ગાંધીનગર: મહાત્મા મંદિર ખાતે આજે 17 ઓક્ટોબરને શુક્રવારે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે.
મહાત્મા મંદિરમાં સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. નવા મંત્રીમંડળમાં પસંદગી પામેલા નેતાઓને ફોન આવવાની શરૂઆત થઈ ગઈ છે. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, હર્ષ સઘવીને ફોન આવી ગયો છે. રિપીટ કરાયેલા મંત્રીઓને ખુદ મુખ્યમંત્રીએ ફોન કરીને જાણ કરી હતી અને કહ્યું હતું કે આપણે સાથે છીએ તમારે શપથ લેવાના છે.
Reporter: admin







