News Portal...

Breaking News :

સાવલી તાલુકાના મોકસી ગામ પાસે આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 22 વર્ષીય યુવકના મોતનો મામલો

2025-09-04 15:50:31
સાવલી તાલુકાના મોકસી ગામ પાસે આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં 22 વર્ષીય યુવકના મોતનો મામલો


સાવલીનાં મોકસી ગામ પાસે આવેલ શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ગત રોજ શેરખી ગામનો રેવાશી અજીતસિંહ મહીડાનું ચાલુ નોકરી દરમિયાન આકસ્મિક મોત નિપજ્યું હતુ




અજીતસિંહ મહીડા ઉમર 22 વર્ષ નું અચાનક કંપનીમાં પોતાના કેબિનમાં મોત થતાં કંપની દ્વારા યુવકને 108 દ્વારા ભાદરવા આરોગ્ય કેન્દ્ર ખાતે  ત્યારબાદ વડોદરા શ્રીજી હોસ્પિટલમાં લઈ જતા સ્થળ પરના તપાસ કરનાર તબીબે યુવકને મૃત જાહેર કર્યો હતો. 22 વર્ષીય યુવકનું આકસ્મિક મોત થતા પરિવાર શોકનું મોજું ફરી વળ્યુ. છેલ્લા 24 કલાક થઈ ગયા તેમ છતાં પણ કંપની સત્તાધીશો દ્વારા મોતને પગલે મૌન  ધારણ કરતા લોકોમાં ભારે આક્રોશ સામાજિક આગેવાન લખન દરબાર મૃતકના પરિવારની વહારે આવ્યા. 


શૈલી એન્જિનિયરિંગ પ્લાસ્ટિક પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ સામે મૃતક અજીતસિંહ મહિલાને ન્યાય અને યોગ્ય વળતર કંપની દ્વારા મળે તેથી મોટી સંખ્યામાં લોકો લખન દરબારની આગેવાની હેઠળ ધારણા ઉપર બેઠા મૃતક અજીતસિંહ મહિડાને મોત થયેલના 24 કલાક વીતી ગયા છતાં કંપની દ્વારા કોઈપણ જાતનું આશ્વાસન કે વળતરની જાહેરાત કરવામાં ન આવતા લખન દરબાર દ્વારા અચોક્કસ મુદતના ધરણાં અને મૃતકના પરિવારને યોગ્ય વળતર કે ન્યાય નહીં મળે તો અન્ન જળ ત્યાગ કરવાની ચીમકી ઉચ્ચારી

Reporter: admin

Related Post