મંજુસર પોલીસે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલીને બે મહિલા સહિત ત્રણ ને ઝડપી પાડી એક ને ફરાર જાહેર કર્યો.

મંજુસર જી આઈ ડી સી માં પર પ્રાંતિય દંપતી ખુલ્લા મેદાનમાં ઝૂપડા બાંધી ને રહેતા હતા અને છૂટક મજૂરી કરી જીવન ગુજારતા હતા. ગત તારીખ ૨૪/૩ના રોજ દંપતી પોતાની બે વર્ષ ની દીકરી રાગિણી કુમારી અને ચાર રાજની કુમારી વર્ષ ની દીકરી ને ઘરે મૂકીને મજૂરી એ ગયા હતા તે દરમ્યાન સાંજે પરત ફરતા બાળકીઓ લાપતા જણાતા સમગ્ર મામલો મંજુસર પોલીસ મથકે પહોંચ્યોબનાવ ની ઝીણવટ પૂર્વક તપાસ માં સાથે કામ કરતી છાયા અને તેના પતિની ભૂમિકા શંકાસ્પદ જણાઈ આવતા પોલીસની કડક તપાસમાં આરોપી છાયા એ વટાણા વેર્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીના મામાના દીકરા અંદરસિંહ ઉર્ફે અન્દ્રુ સાથે વીડિયો કોલ પર વાત કરતી હતી ત્યારે આ બે બાળકીઓને રમતા જોતા આરોપીના કુટુંબમાં કોઈ છોકરીઓ ના હોઈ સમગ્ર ઘટના ને અંજામ આપ્યો આ બન્ને બાળાઓને ઉછેરવાની ઇચ્છા થી આરોપી અન્દ્રુ સિંહ અને તેની મમ્મી મટ્ટુબેન રિક્ષા માં બેસાડીને મંજુસર થી અપહરણ કરી લઈ લઈ ગયા હતા મંજુસર પોલીસે આરોપી મહિલા મટ્ટુ બેન ટીટીયા ડોડીયારની મધ્યપ્રદેશના બડલીપાડા જિલ્લો જામ્બુઆ થી બન્ને બાળાઓ સાથે ઝડપીને જેલભેગી કરી બે માસૂમ બાળાઑના અપહરણની ઘટના થી સમગ્ર જિલ્લાનું પોલીસ તંત્ર હરકત માં આવ્યું હતું હાલ મંજુસર પોલીસે આરોપી ને કોર્ટ માં રજૂ કરી રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી

Reporter: admin







