વડોદરા : વાઘોડિયા મા થયેલ ઘર ફોડ ચોરી નો ભેદ ગણતરી ના દિવસ માં જ વાઘોડિયા પોલીસ એ ઉકેલી નાખ્યો હતો. પોલીસે આરોપીઓને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું.

વાઘોડિયામા થોડાક દિવસ પેહલા નિવૃત ફોરેસ્ટ ઓફિસર જીતેન્દ્ર કાશીવાલાના બંધ મકાનમા રાત્રિ દરમિયાન ચોરીનો બનાવ બન્યો હતો.મકાનના દરવાજાના તાળા તોડી રાત્રિ દરમિયાન પ્રવેશી તસ્કરો એચોરીનો અંજામ આપ્યો હતો.તસ્કરો મકાનમાથી સોના ચાંદીના દાગીનાની ચોરી કરી પલાયાન થઈ ગયા હતા.સમગ્ર બાબતે ફરિયાદી એ વાઘોડિયા સ્ટેશન માં સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ ની ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના આધારે વાઘોડિયા પોલીસ.. તેમજ વડોદરા ગ્રામ્ય lcb પોલીસ એ તપાસ ચલાવી હતી.પોલીસ તપાસ માં રાત્રિ દરમિયાન ઘરફોડ ચોરીના સી.સી કુટેજ સામે આવ્યા હતા.

જેમાં ચોર રાત્રી દરમ્યાન ચોરી કરતા સમયે રોડ પર આટા મારતા cctv દેખાય આવે છે.તેમજ સી.સી ફૂટેજ માં ચોરી માં વપરાયેલ સ્વીફ્ટ કાર દેખાઈ આવતા. કારના નંબર પ્લેટ નાં રજીસ્ટ્રેશનની તપાસ કરતા ભરૂચ પાર્સિંગની હોવાનું બહાર આવ્યું હતું.ચોરી કરવા આવેલ ચોરો ને લેવા માટે કાર આવતા ચોરી કાર cctv માં કેડ થતાં ભાંડો ફૂટયો હતો.પોલીસે કારના માલિકની શોધ કરી. પૂછપરછ કરતા સમગ્ર ચોરીનો ભેદ ઉકેલાયો હતો..આ ચોરીમાં વાઘોડિયા પોલીસે ત્રણ આરોપીની ધરપકડકરી સોના ચાંદીના દાગીના તેમજ ચોરીમાં વપરાયેલ સ્વીફ્ટ કાર સાથે મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો.આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરેલ છે.
ચોરીના આરોપીના નામ:-
1, રાકેશભાઈ સતીશ ભાઈ ચૌહાણ
રહેવાસી ,વાઘોડિયા
2, ફિરોઝ સલીમ દાઉદ ભાઈ કાજી
રહેવાસી, પાલેજ
3, હાજીભાઈ મહમદભાઈ ઘાંચી રહેવાસી, કાશીપુરા,સરાર
4. રાજુ આદીવાસી


Reporter:







