News Portal...

Breaking News :

ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થશે

2025-10-16 10:16:29
ગાંધીનગરમાં ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણ થશે


ગાંધીનગર : ગુજરાતમાં  મંત્રીમંડળના વિસ્તરણની ચાલતી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયો છે. આવતીકાલે શુક્રવારે 17મી ઓક્ટોબર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારના મંત્રીમંડળના વિસ્તરણનો કાર્યક્રમ યોજાશે. 


આ કાર્યક્રમ 11:30 વાગ્યે યોજાશે. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના મંત્રીમંડળમાં સામેલ થનારા મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ અપાવશે.મળતી માહિતી અનુસાર રાજ્યમાં યોજાનાર મંત્રીમંડળના વિસ્તરણમાં આજે સાંજે ગવર્નર આચાર્ય દેવદત્ત ગુજરાત પહોંચશે તે સાથે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પણ રાત્રે ગુજરાત આવી પહોંચશે. આ ઉપરાંત આ દરમિયાન કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ પણ ગુજરાત મુલાકાત લે તેવી શક્યતા છે. હાલ મંત્રીમંડળના વિસ્તરણ અંગે કોણે મંત્રી બનાવશે કે કોને નહીં બનાવાય એ અંગે સરકાર દ્વારા સંપૂર્ણ ગોપનીયતા રાખવામાં આવી રહી છે જેથી કોઈ માહિતી લીક ના થાય.ભાજપના ધારાસભ્યોને ગુરુવાર અને શુક્રવાર ગાંધીનગરમાં હાજર રહેવા દંડકે સૂચના આપી દીધી છે, જેના પગલે ધારાસભ્યો પાટનગર જવા રવાના થયાં છે. 


બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતીમાં મંત્રીઓની યાદીને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. હવે માત્ર જાણ જ કરવાની બાકી છે. અત્યારે તો ભાજપના ધારાસભ્યોની નજર મોબાઈલ ફોન પર સતત મંડાયેલી છે કે ક્યાંક મંત્રીપદ માટે ફોન આવી શકે છે. મંત્રીઓનો શપથગ્રહણને લઈને સ્વર્ણિમ સંકુલ 2 ખાતે મંત્રીઓની ઓફિસમાં સાફ સફાઈ કાર્ય શરૂ કરાઇ છે. આ વખતે મંત્રીમંડળનું કદ 20થી વઘુ મંત્રીઓનું હોઇ શકે છે જેના પગલે સ્વર્ણિમ સંકુલ-2ના બીજા અને ત્રીજા માળે પાંચ-છ ઓફિસોનુ સફાઇ શરૂ કરાઇ છે.

Reporter: admin

Related Post