News Portal...

Breaking News :

પોલીસ પુત્રનાં પરાક્રમ અને પૂર્વ ટીડીઓની ચતૂરાઈ..બલ્લે બલ્લે

2025-04-17 09:42:14
પોલીસ પુત્રનાં પરાક્રમ અને પૂર્વ ટીડીઓની ચતૂરાઈ..બલ્લે બલ્લે


પૂર્વ ટીડીઓ જીતેશ ત્રિવેદીની નિવૃત્તિ પછીની, નિમણૂંક બાદની મંજૂરીઓમાં કરોડોનાં કૌભાંડોની વણઝાર...
કરાર આધારિત ગેરકાયદેસર નિમણૂક પામેલ ટી.ડી.ઓના આશીર્વાદ...
નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વિક્રમા ડુપ્લેક્સ અટલાદરા,વિક્રમા-૨ ના રહીશો સાથે મોટો વિશ્વાસઘાત.. 

નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા ટી.પી. સ્કીમ નં ૨૩ (તાંદળજા)  વિક઼મા-૨ મા લો-રાઈઝ રહેણાંક એપારમેન્ટ / વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એલ ૧૬૩/૨૦૧૧-૨૦૧૨ તા-૨૪-૨-૨૦૧૨ તથા વોર્ડ નં ૧૧-રજાચિઠી નં એપારમેન્ટ ૩૬૯/ ૨૦૧૧-૨૦૧૨ તારીખ ૧૩-૩-૨૦૧૨ થી આપેલ રજાચિઠી વિરુદ્ધનુ તમામ એપાર્ટમેન્ટમા રજાચિઠ્ઠીઓ વિરુદ્ધ બાંધકામ કરેલ હોવા છતા બાંધકામ પરવાનગી શાખાના ભષ્ટાચાર મા ગળાડુબ  બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, દ્વારા  કમ્પ્લીસન નંબર વોર્ડ નંબર ૧૧ - ૪૬/૧- તારીખ ૧૪-૧૨-૨૦૨૦ થી મોટો ભ્રષ્ટાચાર કરી આપવામા આવેલ છે. તમામ એપાર્ટમેન્ટ ના ૧૨૨ ફ્લેટને આપેલ રજાચિઠ્ઠી વિરુદ્ધ નુ બાંધકામ કરેલ હોવા છતા ગેરકાયદેસર કમ્પ્લીસન સર્ટી આપેલ છે.અને તેમ છતા નિવૃત પોલીસ  અધિકારીના પુત્ર દ્વારા તમામ એપારમેન્ટ  ના ટેરેસ ઉપર પેન્ટહાઉસનુ  ગેરકાયદેસર બાંધકામ કરી અને ગેરકાયદેસર વેચાણ કરી ફ્લેટ લેનારને દસ્તાવેજ પણ કરી આપેેલ છે.અને ભ્રષ્ટાચારમાં ગળાડુબ કરાર આધારિત નિમણૂંક પામેલ ટી.ડી.ઓ જીતેશ રમણલાલ ત્રિવેદી દ્વારા ફક્ત પેન્ટહાઉસની ઇમ્પેક્ટની ફાઈલો ત્રિવેદીના ચોક્કસ અંગત આર્કિટેક્ટ દ્વારા ફાઈલ મુકાવી ભષ્ટાચાર કરી અને મંજૂર કરેલ છે.



વિક્રમા-2 ના તમામ એપાર્ટમેન્ટના તમામ ફ્લેટની અને પેન્ટહાઉસની ઇમ્પેક્ટ  ભરવાની થાય પરંતુ બાંધકામ પરવાનગી શાખાના બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અને કરાર આધારીત નિમણૂક પામેલ જીતેશભાઈ રમણલાલ ત્રિવેદી દ્વારા મોટો ભ્રષ્ટાચાર કરી અને ફક્ત પેન્ટહાઉસ ની ફાઈલની ઇમ્પેક્ટની ફાઈલ મંજૂર  કરી મોટો ભ્રષ્ટાચાર કરેલ  છે. અને મહાનગર પાલિકા વડોદરાની તિજોરીને પોતાના સ્વાર્થ માટે આર્થિક નુકસાન કરેલ છે. તેથી બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અને કરાર આધારીત નિમણૂક પામેલ જીતેશભાઈ રમણલાલ ત્રિવેદી પાસેથી  મહાનગર પાલિકાને કરેલ મોટું નુકસાન  આ ભ્રષ્ટાચારી કર્મચારીઓ/અધિકારીઓ પાસેથી વસુલ કરી અને આકરી સજા કરવી જોઈએ.તેમજ ખરેખર  વિક્રમા-૨ ના તમામ એપાર્ટમેન્ટના તમામ ફ્લેટોની અને પેન્ટહાઉસની ઇમ્પેક્ટ  ભરવાની થાય પરંતુ  મોટો ભ્રષ્ટાચાર કરી અને ફક્ત પેન્ટહાઉસની ઇમ્પેક્ટ લઈ ને બાંધકામ તપાસનીસ, ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર, અને કરાર આધારીત નિમણૂક પામેલ જીતેશભાઈ રમણલાલ ત્રિવેદી દ્વારા મહાનગર પાલિકાને મોટુ નુકસાન કરેલ છે.તેથી મહાનગર પાલિકાને કરેલ નુકસાન આ ભષ્ટાચારી કર્મચારી ઓ/અધિકારીઓ પાસેથી વસુલ કરી અને આકરી સજા કરવી જોઈએ. તેમજ વિક્રમા-૨ ની ઇમ્પેક્ટ  ની ફાઈલ  ત્રિવેદીના ચોક્કસ આર્કિટેક્ટ દ્વારા મુકેલ. તેથી આ ચોક્કસ આર્કિટેક્ટ ની સામે પણ  શિક્ષાત્મક તાત્કાલિક પગલા ભરી લાયસન્સ રદ કરી અને બ્લેક લિસ્ટમા મુકવો જોઈએ.

નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર બાંધકામ પરવાનગી શાખા ના ભ્રષ્ટ કર્મચારીઓ /અધિકારીઓ અને આર્કિટેક્ટ સામે સખતમા સખત પગલા ભરશે કે પછી રાણાજીની જેમ સમજોતા એક્સપ્રેસ ચલાવશે અને ભ્રષ્ટાચાર ને પ્રોત્સાહન આપશે.

નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર સંસ્કારી નગરીના નાગરિકોને વાચા આપશે કે પછી ભ્રષ્ટાચારીઓને સાથ આપશે..

વિક્રમા ડુપ્લેક્ષના ફાયનલ પ્લોટની બિલ્ડર દ્વારા કરોડોની ટી.પી.ઇન્ક્રીમેન્ટેશન contribution ની રકમ ભરેલ નથી.
નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા વિક્રમા ડુપ્લેક્ષના રહીશો સાથે પણ મોટો વિશ્વાસઘાત કરેલ છે. અટલાદરામાં આવેલ વિક્રમા ડુપ્લેક્સમાં ચર્ચાસ્પદ પોલીસ અધિકારીના પુત્ર દ્વારા ડુપ્લેક્સોનુ બાંધકામ કરવામા  આવેલ  છે. સ્કીમ પૂરી થઈ ગયા પછી સોસાયટીના મેન્ટેનન્સની રકમ હોય એ સોસાયટીના પ્રમુખને જમા કરાવવાની હોય  છે.



( વડોદરામા મોટાભાગનાં બિલ્ડરો સોસાયટીઓના પ્રમુખને મેન્ટેનન્સની રકમ સોસાયટીના પ્રમુખને જમા કરાવી દે છે.)
પરંતુ નિવૃત પોલીસ અધિકારીના બિલ્ડર પુત્ર દ્વારા વિક્રમા ડુપ્લેક્ષનુ બાંધકામ છેલ્લા ૭ (સાત)  વર્ષ થઈ પુર્ણ કરેલ છે.અને તમામ ડુપ્લેક્ષ નુ વેચાણ પણ થઈ ગયેલ છે.તેમ છતા સોસાયટીના મેન્ટેનન્સ ની લાખોની રકમ પરત આપતા નથી. અને મોટો વિશ્વાસઘાત કરેલ છે.વિક્રમા ડુપ્લેક્ષ નુ ૭ ( સાત) વર્ષ થયા બાંધકામ પુર્ણ કરી અને તમામ ડુપ્લેક્ષ નુ વેચાણ પણ પુર્ણ  કરેલ છે. છતા વિક્રમા ડુપ્લેક્ષ નુ ઓક્યુપેશન (વાપરવાનુ પ઼માણ પત્ર) પણ બાંધકામ પરવાનગી શાખા માથી મેળવેલ નથી. તેમજ  વિક્રમા ડુપ્લેક્ષ ના ફાયનલ પ્લોટ ની બિલ્ડર દ્વારા ભરવાની થતી કરોડોની  ટી.પી.ઇન્ક્રીમેન્ટેશન contribution ની રકમ  પણ નિવૃત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા  ભરેલ નથી. અને સોસાયટીના રહીસો સાથે મોટો વિશ્વાસઘાત  કરેલ છે.

ફાયર એનઓસી નહી હોવા છતાં વિક્રમા 2ના આઠ ટાવરો ધમધમે છે અને સીએફઓ કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે
શહેરના તાંદલજા વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્ર દ્વારા બનાવાયેલા વિક્રમા 2 બિલ્ડીંગમાં ટીડીઓ શાખાના ભ્રષ્ટાચારના કારણે ફ્લેટના રહીશો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.  આ મામલે ચીફ ફાયર ઓફિસરે જણાવ્યું છે કે વિક્રમા-2ને ફાયર એનઓસી અપાઇજ નથી અને હવે આ મામલે ટીડીઓ શાખાને પુછાવ્યું છે અને ટીડીઓ શાખાનો અહેવાલ આવશે ત્યાર બાદ ફાયર વિભાગ દ્વારા આગળની કાર્યવાહી કરાશે. સીએફઓના આ નિવેદનથી અનેક પ્રશ્નો પેદા થયા છે. ફાયર એનઓસી ના હોવા છતાં વિક્રમા 2ના આઠ ટાવરો ધમધમે છે અને તેની જાણ હોવા છતાં સીએફઓ પાટીલ ટીડીઓ શાખાને પુછાવ્યું છે તેવો ગોળ ગોળ જવાબ આપીને કુલડીમાં ગોળ ભાંગી રહ્યા છે. શહેર માં જયારે પણ ફાયર વિભાગ એન ઓ સી આપે છે તો ટીડીઓ શાખાને પૂછીને આપે છે? ખરેખર તો ફાયર એનઓસી ના હોય તો ફાયર વિભાગે તુરત જ વિક્રમા-2ને નોટિસ આપીને તેને સીલ કરી દેવું જોઇએ પણ ક્યાંક સીએફઓ પણ વિક્રમા-2ના ચર્ચાસ્પદ બિલ્ડરની માયાજાળમાં આવી ગયા હોય તેમ લાગી રહ્યું છે. સીએફઓએ તત્કાળ વિક્રમા-2ના બિલ્ડરને નોટીસ આપવી જોઇએ અને બિલ્ડીંગ સીલ કરવું જોઇએ. ટીડીઓ શાખા પણ ભ્રષ્ટાચારથી લથબથ છે ત્યારે તે આ મામલે શું જવાબ આપે છે તે જોવાનું રહે છે.  જો કોઇ સામાન્ય વ્યક્તિએ ફાયર એનઓસી ના મેળવ્યું હોય તો ફાયર બ્રિગેડ તુરત જ નોટિસ આપીને બિલ્ડીંગ સીલ કરી દે છે. તો માલેતુજારો સામે કેમ કાર્યવાહી થતી નથી. તે એક પ્રશ્ન છે. અત્યારે નકલી ફાયર એનઓસીનો મામલો પણ બહાર આવ્યો છે ત્યારે વિક્રમા-2માં જઇને તેમની પાસે પણ કોઇ નકલી ફાયર એનઓસી નથીને તેની તપાસ કરવી અત્યંત જરુરી છે. 

ટીડીઓ શાખાના રીપોર્ટ બાદ કાર્યવાહી થશે. 
વિક્રમા-2માં ફાયર એનઓસી અપાઇ નથી અને હવે આ મામલે ટીડીઓ શાખાને પુછવામાં આવ્યું છે. ટીડીઓ શાખા તરફથી જવાબ આવ્યે આગળની કાર્યવાહી કરાશે !
મનોજ પાટીલ, સીએફઓ

Reporter:

Related Post