બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની આજે બપોરે તબિયત લથડી હતી. અમદાવાદ શહેરના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગઈકાલે KKR અને SRH વચ્ચે ક્વોલિફાયર મેચ રમાઈ હતી. પોતાની ટીમને સપોર્ટ કરવા માટે બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાન અમદાવાદ આવ્યા હતા.
ગરમીનાં કારણે બોલિવૂડ એક્ટરને લૂ લાગવાથી ડીહાઇડ્રેશન થતાં આજે બપોરે શહેરની KD હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જોકે, પ્રાથમિક સારવાર બાદ શાહરૂખ ખાનને હોસ્પિટલ માંથી રજા આપી હોવાનું પણ જાણવા મળ્યું છે.
ગુજરાતમાં આ વર્ષની ગરમીનો પારો ૪૫° પહોંચ્યો હોવાથી સૌકોઈ હેરાન પરેશાન છે. તેવામાં બોલીવૂંડ એક્ટર પણ ન બચી શક્યા. તેમને પણ લૂ લાગી ગઈ. શાહરૂખ ખાન ક્વોલિફાયર-1માં પોતાની ટીમ KKRને સપોર્ટ કરવા માટે અમદાવાદમાં હતા. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ હતી, જેને જોવા માટે સુહાના ખાન, અબરામ ખાન, અનન્યા પાંડે અને શનાયા કપૂર પહોંચ્યા હતા.
Reporter: News Plus