News Portal...

Breaking News :

મૂળ દિલ્હીની ૨૪ વર્ષીય હર્ષિતા બ્રેલાની લાશ લંડનમાં તેની કારની ડેકીમાંથી મળી

2024-12-16 09:35:22
મૂળ દિલ્હીની ૨૪ વર્ષીય હર્ષિતા બ્રેલાની લાશ લંડનમાં તેની કારની ડેકીમાંથી મળી


લંડન: મૂળ દિલ્હીની લંડનમાં રહેનારી ૨૪ વર્ષીય હર્ષિતા બ્રેલાની લાશ તેની કારની ડેકીમાંથી મળી આવી હતી. 


આ કેસમાં ૧૫ નવેમ્બરના રોજ તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેના રિપોર્ટમાં તેની મોત ગળું દબાવવાથી થઈ હોવાનું સામે આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી નોર્થમ્પટનશાયર પોલીસે તેના પતિ પંકજ લાંબાને મુખ્ય આરોપી જાહેર કર્યો છે. હત્યાના ૧૯ દિવસ બાદ હર્ષિતાનો મૃતદેહ તેના દિલ્હી નિવાસ સ્થાને પહોચ્યો છે. 


ત્યારે, હર્ષિતાની બહેને કહ્યું કે, હર્ષિતા બાળક જેવી હતી અને ક્યારેય કોઈની સાથે લડાઈ કરતી નહતી. હર્ષિતાના પરિવારે તેના પતિ પંકજ પર હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિવારનું કહેવું છે કે, તેનો પતિ હત્યા બાદ ભારત પરત આવી ગયો હતો. પરિવારે દિલ્હી પોલીસની મદદ માંગી છે.

Reporter: admin

Related Post