News Portal...

Breaking News :

સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો બન્યા મહેમાન

2025-05-25 15:50:38
સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો બન્યા મહેમાન


વડોદરામાં સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજે આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલના કલાકારો વડોદરાના મહેમાન બન્યા હતા..




શહેરના સુભાનપુરા વિસ્તારમાં ભાજપાના આગેવાન રાજેશ આયરે અને તેમના પુત્ર શ્રીરંગ આયરે દ્વારા આજે 15 મો દિવ્યાંગ સમૂહ લગ્ન ઉત્સવ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે રાજેશભાઈ આયરેની સંસ્થા સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ પ્રકારના દિવ્યાંગ લગ્નમહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં રાજ્યના 25 થી વધારે દિવ્યાંગ યુવક યુવતીઓના લગ્ન યોજવામાં આવે છે. આ આયોજનમાં ટ્રસ્ટ દ્વારા નવદંપતીને મોઘી વસ્તુઓનું કરિયાવર પણ આપવામાં આવે છે તો સાથે સાથે નિશુલ્ક લગ્ન મહોત્સવનું આયોજન કરીને દિવ્યાંગ વ્યક્તિ અને તેના પરિજનોને આર્થિક તેમજ સામાજિક હુંફ આપવામાં આવે છે.


આજે સાંઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત દિવ્યાંગ સમૂહ લગ્નોત્સવમાં નવદંપતિ યુગલોને શુભેરછાઓ પાઠવવા માટે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ની સ્ટારકાસ્ટ વડોદરા ખાતે આવી પહોંચી હતી આ સીરીયલના કલાકારોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે રાજેશભાઈ દ્વારા જે આ સુંદર આયોજન કરવામાં આવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે અને આવકારદાયક છે. સામાજિક જવાબદારી તરીકે રાજેશ દ્વારા જે આ અતુલ્ય કાર્ય કરવામાં આવ્યું છે તેમાં અમે સહભાગી થયા છે તેનો આનંદ અને ગૌરવ અનુભવીએ છીએ. અત્રે ઉલ્લેખ નિયર છે કે સાઈનાથ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ પ્રકારનું આયોજન કરવામાં આવે છે જેમાં અનેક દિવ્યાંગજનોને લગ્નગ્રંથીએ બાંધીને તેઓનું જીવન સુખરૂપ પસાર થાય તે માટેના પ્રયાસો હાથ ધરવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી યોજાતા આ પ્રસંગ હવે જાણે શહેરનો પ્રસંગ બન્યો હોય તેવો માહોલ લગ્ન સમયે સર્જાય છે ત્યારે આજે આયોજિત આ લગ્નનો શોમાં વડોદરા શહેર જિલ્લાના તમામ ધારાસભ્યો મહાનગરપાલિકાના પદાધિકારીઓ સહિત સુભાનપુરા ગોરવા અને સમતા વિસ્તારના લાખો નાગરિકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

Reporter: admin

Related Post