News Portal...

Breaking News :

સાવલી તાલુકાના ભાદરવા ગામમાં મહીસાગર નદી તટ પર આવેલ પ્રાચીન ઋશ્વેશ્વર મહાદેવ મંદિરનો આજ રોજ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો

2025-05-31 18:17:27
સાવલી તાલુકાના ભાદરવા ગામમાં મહીસાગર નદી તટ પર આવેલ પ્રાચીન ઋશ્વેશ્વર મહાદેવ મંદિરનો આજ રોજ જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો


મા મહીસાગર નદીના કિનારે અડીને આવેલ ભાદરવા ગામ પોતે ઐતિહાસિક સ્થાપત્ય શૈલીનું ગામ છે.


ભાદરવા એ ભૂતકાળમાં ભાદરવા સ્ટેટ તરીકે પ્રખ્યાત અને હાલમાં તેમાંથી પ્રાચીન દરબાર ગઢ પણ આવેલ છે અને આ જ ગામ ને પાદરે અડીને આવેલ મહીસાગર નદીના પ્રાકૃતિક સૌંદર્યના ખોળે પ્રાચીન ઋશ્વેશ્વર મહાદેવ મંદિર આગવું સ્થાન ધરાવે છે ત્યારે આજરોજ આ મંદિરનો સમસ્તગ્રામ જનોની ઉપસ્થિતિમાં જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો.


સાવલી ધારાસભ્યની આગેવાની હેઠળ અને સમસ્ત ભાદરવા ગામ જનોના પ્રયાસથી આજરોજ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ઋષેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાદરવા ગ્રામજનો દ્વારા પૂજા હવન માં ભક્તિ થી ભાગ લીધો.માંજલપુર ધારાસભ્ય યોગેશ પટેલ પણ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા અને આરતી નો લાવો લીધો

Reporter: admin

Related Post