શહેરની વિશ્વામિત્રી બચાવો સમિતીએ ખાણ-ખનીજ વિભાગના અધિકારીને પત્ર લખ્યો છે જેમાં વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા અંદાજે ૨૫ લાખ મીટર સરકારી માટી, વિશ્વામિત્રી નદી માંથી કાઢી વગે કરેલી છે. વિશ્વામિત્રી નદી ને ઊંડી કરવા, પહોળી કરવામાં નદી ની ફળદ્રુપ કિંમતી માટી, ખાણ અને ખનીજ વિભાગ ની જાણ બહાર કે રાજ્ય સરકારની નિયમોનુસાર મંજુરી કાર્યવાહી વગર ખોદી ને ચોક્કસ મળતિયાઓ ને આપેલ જણાય છે.
જેની જગ્યાઓ ઉપર આવી માટી નંખાઈ હોય તેઓ સહીત વડોદરા કોર્પોરેશન ઉપર કાયદેસરની સરકારી માટી ગેરકાયદેસર વગે કરવાની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે. પત્રમાં વિશ્વામિત્રી બચાવો સમિતિ, વડોદરા ના પ્રમુખ કિશોર શર્મા અને સંજય વાઘેલાએ જણાવ્યું કે ગત વર્ષે ચોમાસામાં ખુબ વરસાદ પડતા વડોદરા શહેર ના પોણા ભાગ ના રહેણાંક અને વ્યાવસાયિક વિસ્તારો માં આવેલ મકાનો, દુકાનો માં ધસમસતા પુર ના પાણી ઘુસી ગયા જે ભરાયેલું પાણી ત્રણ દિવસ જેટલું રહ્યા. આ બાદ રાજ્ય ના મુખ્યમંત્રી દ્વારા નવલાવાલા કમિટી નિમાયેલી અને કમિટી ના સુચન મુજબ વડોદરા માંથી પસાર થતી આશરે ૨૪ કિલોમીટર વિશ્વામિત્રી નદી ને ઊંડી, પહોળી અને સાફ કરવાનું સૂચવેલું. આ માટે રાજ્ય સરકારે વડોદરા કોર્પોરેશન ને ભંડોળ પણ આપેલ.લવડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડી ને વિશ્વામિત્રી નદી ની સફાઈ, ખોદી ને ઊંડાઈ અને પહોળાઈ વધારવાના કોન્ટ્રાકટ આપેલા પણ ખોદાતી ઊંડાઈ અને પહોળાઈ થી નીકળતી ફળદ્રુપ માટી બાબતે ચોક્કસ માર્ગદર્શન નહોતું. મુખ્યમંત્રી એ નીમેલી નવલાવાલા કમિટી ના મુખ્યા ને પણ કોઈ અભ્યાસ હોય તેમ રજુ કરેલા અહેવાલ ઉપરથી લાગતું નથી
વડોદરા કોર્પોરેશન એ સરકાર નથી પણ સ્થાનિક સ્વરાજ ની સંસ્થા છે અને તમામ નદી, તળાવ, કુદરતી વરસાદી કાંસ રાજ્ય સરકાર હસ્તક ના હોય છે જેને માત્ર જાળવણી કરવાની જવાબદારી વડોદરા કોર્પોરેશનની હોય જેથી તેઓ ઝાડી, ઝાખરા, જંગલી વેલા, નાખેલો કચરો સાફ કરવાના હક્કો ધરાવે છે પણ જયારે સમગ્ર ૨૪ કિલોમીટર જેટલી લંબાઈ ધરાવતી વિશ્વામિત્રી નદી ના વહેણ વાળો ભાગ ખોદવો કે ખોદી ને પહોળાઈ વધારવી હોય તો વિશ્વામિત્રી નદી માંથી નીકળતી કિંમતી અને ફળદ્રુપ માટી ને વાપરવાનો, રોયલ્ટી વસુલી વેચવાનો અધિકાર માત્ર રાજ્ય સરકાર પાસે રહે અને તે જોવાની જવાબદારી આપની છે. વડોદરા મ્યુનીસીપલ કોર્પોરેશને જાણવા મળ્યા મુજબ અને કોન્ટ્રાકટરો ને પ્રતિ ચોરસ મીટર કરેલા ચુકવણ મુજબ અંદાજે ૨૦ લાખ ઘનમીટર માટી વિશ્વામિત્રી નદી માં થી ખોદી ને કાઢી ક્યા નાખી તેનો હિસાબ નથી. ખરેખર જયારે આખા વડોદરા શહેર ના નગરજનો પુર થી પીડિત બન્યા હોય અને અપાર નુકશાન વેઠયું હોય તો શરૂઆત થી સરકારે નીમેલા નવલાવાલા નો અહેવાલ, વડોદરા કોર્પોરેશને વિશ્વામિત્રી નદી ને ઊંડી, પહોળી અને સાફ કરવાના કોન્ટ્રાકટ ની વિગતો અને નીકળેલી કિંમતી ફળદ્રુપ માટી નો કોને, કઈ જગ્યાએ, કયા હેતુ માટે વપરાસ માટે શું વળતર મેળવી ને આપેલ છે તે વિગતોને શ્વેતપત્ર રૂપે નગરજનો માં રજુ કરી, નગરજનો નો વિશ્વાસ સંપાદન કરવો જોઈએ કે ફરી નગરજનો ને વેઠવાની થતી પુર ની વેદનાની મહત્તમ શક્યતાઓ દુર કરેલ છે. પરંતુ કોઈ ચોક્કસ અંગત હેતુસર શાશકોએ તેમજ સનદી અધિકારીઓ એ બિલકુલ ગુપ્તતા રાખેલ છે. અમો આપને વિનંતી કરીએ છીએ કે જો ખાણ ખનીજ વિભાગ દ્વારા વિશ્વામિત્રી નદી ખોડાઈ થી નીકળેલી સરકારી માટી ને કોઈને પણ આપી દેવાની મંજુરી આપેલ હોય તો તેની શરતો સાથે ની નકલ પ્રસિદ્ધ કરો અને જો આવી કોઈ મંજુરી આપેલ હોય નહિ તો જેમ ચોરી કરનાર સાથે ચોરી નો માલ મફત માં મેળવનાર ઉપર જેમ કાર્યવાહી થાય છે તેમ કાયદેસરની કાર્યવાહી કરવા અમારી માંગ છે.
Reporter: admin







