News Portal...

Breaking News :

અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગમાં અદિવાસી દિવસ ઉજવણી થઈ

2025-08-08 18:35:30
અદાણી ફાઉન્ડેશન દ્વારા ઉમરપાડા અને નેત્રંગમાં અદિવાસી દિવસ ઉજવણી થઈ


સુરત તા.૮ :  વિશ્વ આદિવાસી દિવસની આગોતરી ઉજવણી અદાણી ફાઉન્ડેશન દ્વારા સુરત જિલ્લાના ઉમરપાડા અને ભરૂચ જિલ્લાના નેત્રંગના હાથાકુંડી ખાતે આદિવાસી સમાજની ગૌરવશાળી પરંપરાઓ અને સંસ્કૃતિને સન્માન આપીને આદિવાસી નૃત્ય, આદિવાસી પરંપરાગત વાદ્ય અને પ્રહસનની સાથે કરવામાં આવી હતી. 


અદાણી ફાઉન્ડેશન જેમની સાથે કામ કરે છે એ આદિવાસી સમુદાયના લોકો મોટી સંખ્યામાં આ ઉજવણીમાં સામેલ થયા હતા. અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી વસંત ગઢવીએ સૌ આદિવાસી સમુદાયને વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છા પાઠવી હતી. ભરુચ જિલ્લાના નેત્રંગ તાલુકાના હાથાકુંડી ગામમાં અદાણી ફાઉન્ડેશન દહેજ દ્વારા વિશ્વ આદિવાસી દિનની  ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. આદિવાસી સમુદાય અને પ્રકૃતિ વચ્ચેના અભિન્ન સંબંધને પ્રસ્તુત કરતા 'સીમાડા પૂજન' ‘પ્રકૃતિ પૂજન’  વિધીથી અને ધરતી વંદનાથી ઉજવણીની શરૂઆત કરી હતી. માઉન્ટન ગર્લ તરીકે ઓળખાતા સીમા ભગતકોટવાલીયા આગવાવજીરભાઈ કોટવાલીયામૌઝા શાળાના શિક્ષક મનોજભાઈ વસાવા કુદરતી ખેતીના માસ્ટર ટ્રેનર પુનાદાદા સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.સીમા ભગતે લોકોને પોતાની પરંપરાઓ અને સંસ્ક્રુતિનુ જતન અને સવર્ધન કરવા તેમજ મુલ્યોને ઓળખ સાચવી રાખવા માટે પ્રેરણા આપી. 


મનોજભાઈ વસાવાએ આદિવાસી સમુદાયનો ઇતિહાસબંધારણ અનુસૂચિ-5 અને અદિવાસીઓના અધિકારો તેમજ પેસા એક્ટ કાયદા અંગે માહિતી આપીતેમણે શિક્ષણને શક્તિના સાધન તરીકે અપનાવા માટે સમુદાયને પ્રોત્સાહિત કર્યા. પુનાદાદાએ કુદરતી ખેતીના મહત્વ અને સિદ્ધાંતો સમજાવ્યા અને સમુદાયને ટકાઉ કૃષિ પદ્ધતિઓ અપનાવા માટે માહિતી આપી.ઉમરપાડા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્થાનિક પંચાયતના સભ્ય, તાલુકા પંચાયત, કૃષિ વિભાગના અધિકારી સહિત સ્થાનિક આગેવાન હાજર રહ્યા હતા. ઉમરપાડા તાલુકા પંચાયતના સભ્ય શારદાબેન વસાવાએ અદિવાસી વારસોએકતા અને શક્તિ વાત કરી હતી. કાર્યક્રમમાં પરંપરાગત ગીતોનૃત્યો અને સમુદાયની સક્રિય ભાગીદારી જોવા મળી હતીજે અદિવાસી ઓળખ અને ગૌરવને પ્રતિબિંબિત કરે છે.કાર્યક્રમમાં પારંપારિક  આદિવાસી વાજીંત્રો સાથે  સ્થાનિક સખી મંડળની બહેનો તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત લોકગીતો અને લોક નૃત્ય રજુ કરવામાં આવ્યાજે સમુદાયની સાંસ્કૃતિક સમૃદ્ધિને ઉજાગર કરે છે. નેત્રંગ અને ઉમરપાડા ખાતે અદાણી ફાઉન્ડેશન દ્વારા યોજાયેલ  અર્થપૂર્ણ કાર્યક્રમ અદિવાસી સમુદાયોની સંસ્કૃતિ અને યોગદાનને બીરદાવવામાં આવ્યું હતું. 

Reporter: admin

Related Post