News Portal...

Breaking News :

વડોદરાના ગોરવા બાળ ઈશુ દેવાલયમાંથી ચોરી કરનાર આરોપી શિક્ષકની પોલીસે ધરપકડ કરી, આર્થિક ભીંસના કારણે આરોપી ચોરીના રવાણે ચઢ્યો.

2024-07-01 10:15:20
વડોદરાના ગોરવા બાળ ઈશુ દેવાલયમાંથી ચોરી કરનાર આરોપી શિક્ષકની પોલીસે ધરપકડ કરી, આર્થિક ભીંસના કારણે આરોપી ચોરીના રવાણે ચઢ્યો.


વડોદરાના ગોરવા બાળ ઈશુ દેવાલયમાંથી મૂર્તિ અને સોનાની ચેન ચોરી કરનાર આરોપી શિક્ષક નીકળતા શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો.


આર્થિક સંકળામણના કારણે શિક્ષક ચોરીના રવાણે ચઢ્યો. પોલીસે સીસીટીવીના આધારે ચોરી કરનાર આરોપી શિક્ષકની ધરપકડ કરી.શિક્ષકની જવાબદારી હોય છે કે તેઓ બાળકોને સાચા અને ખોટાની સમજ આપે. બાળકોને ખોટા માર્ગે જવાથી અટકાવે.પરંતુ જયારે એક શિક્ષક પોતે જ ખોટા રવાણે ચઢી જાય તો શું કેહવું? આવો જ એક વડોદરાનો શિક્ષક આર્થિક તંગીના કારણે ચોરીના રવાણે ચઢી મંદિર માંથી ચોરી કરવાના ગુનામાં ઝડપાયો છે.વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલ બાળ ઈશુ દેવાલયમાંથી મૂર્તિ અને સોનાની ચેન ચોરી કરનાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. 


પોલીસે ચોરી કરનાર આરોપી જિજ્ઞેશ પટેલીયાની ધરપકડ કરી છે. શિક્ષકની નોકરીમાં પગાર ઓછો પડતા આરોપી ચોરીના રવાણે ચડ્યો હતો. આરોપી જિજ્ઞેશએ એમ.એ.બી.એડ સુધી અભ્યાસ કર્યો છે.પરંતુ આર્થિક ભીંસના કારણે આરોપીએ યુરોપથી મંગાવેલી કિંમતી મૂર્તિ પર થી દોઢ ટોળાની ચેન લઇ મૂર્તિ ફેંકી દીધી હતી. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. જેના આધારે પોલીસે આરોપીને શોધી કાઢ્યો છે.

Reporter: News Plus

Related Post