શહેર ના હરણી રોડ, સુભાષ પાર્ક ખાતે આવેલ કલીકુંડ પાર્શ્વનાથ ભગવાન ની પ્રતિષ્ઠા ૨૪ વર્ષ પહેલાં કરવામાં આવી હતી આજે ૨૫ મી રજતજયંતિ ધજા અચરતલાલ લલ્લુભાઈ ભણશાળી પરીવારે ચડાવી હતી.
પુણ્ય પવિત્ર જૈન સંઘ ના પ્રમુખ નિતિનભાઈ શાહ તથા ટ્રસ્ટી કે.સી.શાહે જણાવ્યું હતું કે છેલ્લા પાંચ દિવસથી ચાલતા પંચહાનિકા મહોત્સવ ની ધજા સાથે કાર્યક્રમ ની પુર્ણાહુતી થઈ હતી. દરમ્યાનમાં સંઘ ના ટ્રસ્ટી પરેશભાઈ કોઠારી એ જણાવ્યું હતું કે આજ ના કાર્યક્રમ માં જાણિતા જૈન વિધિકાર શિરિષભાઈ શાહ તથા સંગીતકાર નિસર્ગ શાહ ની જુગલબંધી એ સહુ ને ભક્તિ રસમાં તરબોળ કરી દીધા હતા . કાર્યક્રમ બાદ સકળ સંઘ નું સ્વામી વાત્સલ્ય યોજાયું હતું
આજ ના રજતજયંતિ ધજા મહોત્સવ માં ઉપાધ્યાય રાજતિલક વિજયજી મહારાજ, પંન્યાસ રાજ પુણ્ય વિજયજી,પંન્યાસ ડો. રાજ સુંદર વિજયજી આદી ઠાણા ની નિશ્રામાં સુંદર કાર્યક્રમ યોજાયો હતો.તથા આજના કાર્યક્રમમાં કલિકુંડ ધોળકા થી જૈન શ્રેષ્ઠીઓ ચંપકભાઈ,વિરાતનભાઈ, સુબોધભાઈ શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું.
Reporter: News Plus