News Portal...

Breaking News :

લંડનમાં 78માં ભારતના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ

2024-08-17 21:25:33
લંડનમાં 78માં ભારતના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરાઈ


ડભોઈ : તાલુકાના મોટા હબીપુરાના નિવાસી અને યુ.કે. માં અભ્યાસ કરવા ગયેલા જય શૈલેષ પટેલે હેરો યુ.કે માં 78માં સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.


જેમાં ૪૦૦ બાઈક ઉપરાંત ભારતીયો ફોરવ્હિલર અને ८०० જણાએ વિશાળ રેલી કાઢી વિદેશમાં ભારતીય રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો છેલ્લા ચાર વર્ષ થી જય પટેલ યુ.કે.માં અભ્યાસ કરી રહયા છે વિદેશમાં ભારતીયોની આટલી મોટી રેલી જોઈ ભારતવાસીઓ વિદેશમાં વસતા ભારતીયઓ પર ગૌરવ અનુભવી રહયા છે વિદેશમાં ભારતીય ત્રિરંગો લેહરાતો જોવો એ દરેક ભારતીય ઓની ઈચ્છા હોય છે. 


15 મી ઓગસ્ટ એટલે 78 મો સ્વતંત્રતા દિવસ ભારત ભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં વસતા ભારતીય દ્વારા પણ ઠેર ઠેર આ દિવસને ઉજવવામાં આવ્યો હતો ત્યારે આપણે જે લોકો પાસેથી આઝાદી મેળવી તેવા અંગ્રેજોનો દેશ એટલે લંડનમાં વસતા ભારતીય દ્વારા પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ પર્વને મનાવવામાં આવ્યું લંડનમાં વસતા ભારતીય દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી તિરંગા યાત્રા કાઢવામાં આવે છે ત્યારે 78 માં સ્વતંત્રતા દિવસ નિમિત્તે લંડન હેરો ખાતે ૬૦૦ જેટલા ડિલિવરી રાઇડર્સ અને ૧૦૦ જેટલી કારોના કાફલા દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.લંડનમાં વસતા ભારતીય દ્વારા આ યાત્રાને ખૂબ જ મોટું જન સમર્થન આપવામાં આવ્યું હતું અને યાત્રાના આયોજકોએ પણ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Reporter: admin

Related Post