News Portal...

Breaking News :

તબીબીઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા ડભોઇ મામલતદારને આવેદનપત્ર

2024-08-17 21:11:24
તબીબીઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા ડભોઇ મામલતદારને આવેદનપત્ર


ડભોઇ : મેડિકલ એસોસીએશન અને ઇન્ડિયન દ્વારા કલકત્તાની મેડિકલ કોલેજ અને સરકારી દવાખાના ખાતે મહિલા ડોક્ટર ઉપર દુષ્કર્મ અને હત્યા કરવામાં આવતા હત્યારાઓ અને હુમલાખોરોની ધરપકડ કરવા અને તબીબીઓની સુરક્ષા માટે કાર્યવાહી કરવા આવે જેને લઇને ડભોઇ સેવા સદન ખાતે મામલતદાર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 


નવમી ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજી કર મેડિકલ કોલેજ અને સરકારી દવાખાનામાં ટ્રેઈની મહિલા ડોક્ટર પર હરામખોરોએ દુષ્કર્મ કર્યા બાદ તેની કુર રીતે હત્યા કરવામાં આવી હતી અને હોસ્પિટલમાં ટોળાએ આંતક મચાવતા તોડફોડ કરી હતી જેને લઇ ઇન્ડિયન મેડિકલ એસોસિયનને સમગ્ર દેશમાં તમામ 17 મી ઓગસ્ટના રોજ સવારે 6:00 વાગ્યાથી 24 કલાક માટે નોન ઇમર્જન્સી સેવાઓ બંધ રાખવા અને વિરોધ પ્રદર્શન સહિત દેશભરમાં જે તે જિલ્લાના મુખ્ય મથક આવેદનપત્ર પાઠવવા તેમજ આવશ્યક સેવાઓ ચાલુ રાખવા આહવાન કરતા ડભોઇ મેડિકલ એસોસિએન્ અને યુનિયનના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલ ઉપપ્રમુખ ડોક્ટર સેજલ ચાવડા વરિષ્ઠ ડોક્ટર બી જે બ્રહ્મભટ્ટ. ડોક્ટર રોમીલ શાહ. ડોક્ટર પ્રદીપ રાવલાણી, ડોક્ટર વિજય શેઠ. ડોક્ટર આદમ ખત્રી. ડોક્ટર સોયબ બાબુજી. ડોક્ટર પરવેઝ ખત્રી વિગેરે સમગ્ર ડભોઇ શહેર તાલુકાના તમામ ડોક્ટરોએ આજે ઓપીડી બંધ રાખી માત્ર આવશ્યક સેવાઓ ચાલુ રાખી ડભોઇ પ્રાંત અધિકારી તેમજ મામલતદારને કલકત્તાના મહિલા તબીબી સાથે દુષ્કર્મ અને તેની હત્યાના ગંભીર બનાવ વંગે હત્યારાઓની ધરપકડ કરવા તેમજ તબીબીઓની સુરક્ષા માટે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. 


દેશભરમાં દેશ વ્યાપી ડોક્ટરની હડતાલના કારણે 24 કલાક માટે દવાખાનાઓ બંધ રહ્યા હતા.ડભોઇ મેડિકલ એસો.ના પ્રમુખ ડોક્ટર ધર્મેશભાઈ પટેલે જણાવ્યું હતું કે ડોક્ટરો ખાસ કરીને સ્ત્રીઓ તેમના વ્યવસાયની પ્રકૃતિને કારણે હિંસાનો ભોગ બને છે હોસ્પિટલ અને પરિસરમાં ડોક્ટરની સુરક્ષા શું નિશ્ચિત કરવાનું સરકાર અને અધિકારીઓનું કામ છે દુષ્કર્મ અને હત્યા તથા હોસ્પિટલમાં ટોળાઓ દ્વારા તોડફોડ કરનારાઓને તાત્કાલિક ના ધોરણે ધરપકડ કરી આવા કૃતિઓ સામે તમામ ડોક્ટરે નિંદા કરવામાં આવી હતી. અને ફરીવાર આવા કોઈક બનાવ બને નહીં તેની સરકાર દ્વારા મહિલા તબીબીને ન્યાય આપવામાં  સખત પગલા લેવા જોઇએ.

Reporter: admin

Related Post