News Portal...

Breaking News :

ઉદ્યોગનગર પાસેની રુપારેલ કાંસ પર ઉભેલી 4 માળની મુસ્લિમની બિલ્ડીંગ ભાજપના શાસકોને દેખાતી નથી

2025-05-04 11:20:06
ઉદ્યોગનગર પાસેની રુપારેલ કાંસ પર ઉભેલી 4 માળની મુસ્લિમની બિલ્ડીંગ ભાજપના શાસકોને દેખાતી નથી


ભાજપના રાજમાં ગેરકાયદેસર બાંધકામ વધતા ગયા, હજી ઇમ્પેક્ટ સ્કીમો હેઠળ વધશે..



કોર્પોરેટર આશિશ જોશીની સામે વેર વાળવા કોર્પોરેશનના ભાજપના સત્તાધીશોએ આજે હિન્દુઓના દબાણ તોડ્યા છે. પણ કોર્પોરેશનને શહેરના પાણીગેટ બહાર આયુર્વેદીક કોલેજ પાસેની રેહમાની પાર્ક, રુપારેલ કાંસ પર મુસ્લિમ દ્વારા જ ગેરકાયદેસર બાંધકામ કરી દેવાયું છે જેથી પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિક લોકો પરેશાન થઇ રહ્યા છે. તે દબાણ દેખાતું નથી. સ્થાનિક લોકોએ વારંવાર કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સમક્ષ આ દબાણ તોડવા માટે માગ કરી હોવા છતાં કોર્પોરેશન દ્વારા કોઇ જ કામગિરી કરવામાં આવતી નથી. શહેરના પાણીગેટ બહાર આયુર્વેદીક કોલેજ પાસેની રુપારેલ કાંસ પર જ 4 માળની ગેરકાયદેસરની ઇમારત બનાવી દેવાઇ છે. અહીં જ આવેલી ઉદ્યોગનગર સોસાયટીના રહિશોએ આ મામલે કોર્પોરેશનમાં વારંવાર રજૂઆતો કરેલી છે. સ્થાનિક રહિશોએ આ ગેરકાયદેસર બાંધકામ તોડીને કાંસની સફાઇ કરવાની માગ કરી છે પણ તેમની રજૂઆતોને હજું પણ ન્યાય મળ્યો નથી. ઉદ્યોગનગર કો.ઓ.હાઉસિંગ સોસાયટીના રહિશોએ કોર્પોરેશનના અધિકારીઓ સમક્ષ માગ કરી છે કે તેમની સોસાયટીના પ્રવેશદ્વાર મેલડીમાતાના મંદિર આગળ બિનઅધિકૃત બાંધકામ થઇ રહ્યું છે અને તેનો કચરો કાંસમાં પડી રહ્યો છે. ગયા વર્ષે કરાયેલી આ રજૂઆતમાં રહિશોએ જણાવ્યું હતું કે ચોમાસાની શરુઆત હોવાથી અમારી સોસાયટીના માર્ગો પર પાણી ભરાઇ જાય છે અને ગંદકીનું પ્રમાણ પણ વધી ગયું છે અને તેના કારણે રોગચાળો ફેલાઇ શકે છે. જેથી વહેલીતકે આ બાંધકામ તોડવું જરુરી છે. જો કે એક વર્ષ પહેલાં આ રજૂઆત કરાઇ હતી પણ અત્યારે 1 વર્ષ પછી પણ સમસ્યા હજું ઉભી જ છે . નવાની વાત એ છે કે આ જગ્યા પર પહેલાં જેસીબી જતું હતું પણ એટલું દબાણ થયું છે કે અત્યારે સ્કૂટર પણ ત્યાંથી પસાર થઇ શકે તેમ નથી. કાંસ પર થયેલું આ સૌથી મોટુ દબાણ છે. કોર્પોરેશને દિવાલો તોડી છે પણ બિલ્ડીંગ તોડવાનું બાકી છે પણ અગમ્યકારણોસર અધિકારીઓ આ  આ દબાણ હટાવતા નથી તો કાંસની સફાઇ તેઓ કઇ રીતે કરશે. પિલ્લરો સાથે મકાન તોડવાનું છે. સ્થાનિક લોકોએ સીએમઓ સુધી ફરિયાદ કરેલી છે. રહિશોએ રજૂઆતો કરી છે પણ આ દબાણ હજું તુટતું નથી.

સાંસદ ડોક્ટર હેમાંગ જોશીને પણ છ મહિના પહેલા મુસ્લિમ વ્યક્તિએ 4 માળનું મકાન બાંધી દીધું છે તેની રજૂઆત કરી હતી સોસાયટી અને મારા દ્વારા. સાંસદે ટીડીઓ પરિમલ પટણીને પણ ખખડાવ્યો હતો દબાણ છે જે તોડવું જોઈએ. ગયા મહિને પણ વૈકુંઠના સોસાયટીના રોડ અને આ ગેરકાયદેસર બિલડિગ બાબતે પણ રજુઆત કરી હતી. પંદર દિવસ પેહલા ઝોનલ સંકલનમાં પણ રજુઆત કાશ ઉપર અવરોધ દબાણ મુદ્દે કરી હતી પણ હજુ સુધી કોઈ કામગીરી કરવામાં આવી નથી.રુપારેલ કાંસ પર એક મુસ્લિમ વ્યક્તિએ 4 માળનું મકાન બાંધી દીધું છે. આ જગ્યા પર પહેલાં જેસીબી જતું હતું પણ એટલું દબાણ થયું છે કે અત્યારે ત્યાં સ્કૂટર પણ જઇ શકે તેમ નથી. કાંસ પરનું  આ સૌથી મોટુ દબાણ છે. કોર્પોરેશને દિવાલો તોડી છે પણ બિલ્ડીંગ તોડવાનું બાકી છે પણ તેઓ આ દબાણ હટાવતા નથી તો પછી કાંસની સફાઇ કઇ રીતે કરશે. પિલ્લરો સાથે મકાન તોડવાનું છે. લોકોએ સીએમઓ સુધી ફરિયાદ કરેલી છે. રહિશોએ રજૂઆતો કરી છે પણ આ દબાણ હજું તુટતું નથી.

આશિષ જોશી, કોર્પોરેટર.



ટી.ડી.ઓ પરીમલ પાણીને   રૂપારેલ કાંસ ઉપરનું મુસ્લિમ બિરાદરનું ચાર મજલી ગેરકાયદેસર મકાન કેમ દેખાતું નથી?

હાલના ટી.ડી.ઓ પરીમલ પટણી પાણીની શહેરને પુરથી ડુબાળવાની કામગીરી કરતા હોય તેમ લાગી રહ્યું છે...

ચોમાસુ બેસવાને હવે ગણતરીના દિવસો રહ્યા છતા પરીમલ પટણીના સાનિધ્યમા અને ટી.ડી.ઓ ની ફરજ દરમિયાન રૂપારેલ કાંસ પર ગેરકાયદેસર  ૪ માળનું બિલ્ડીંગ નુ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે. પણ હાલના ટી.ડી.ઓ  પરીમલ પટણી ને દેખાતુ નથી..કેમ કે ટી.ડી.ઓ પરીમલ પટણીની ફરજ દરમ્યાન પરિમલ પટણી અને તેમની તાબાના નીચેના બાંધકામ તપાસનીસ  ડે.ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર અને હાલના ટી.ડી.ઓ  પરિમલ પટણીએ ટીડીઓ તરીકે નો હવાલો સંભાળ્યા બાદ CGDCR ના નિયમ વિરુદ્ધ જે વિકાસ પરવાનગીઓ પરમિશનો આપેલ છે. એ તમામ પરમિશનનો ચેક કરવામાં આવે તો મોટો ભ્રષ્ટાચાર બહાર આવે એમ છે. હવે જોવાનુ રહ્યુ કે નવા નિમણૂક પામેલ મ્યુનિસિપલ કમિશનર બાંધકામ પરવાનગી શાખાના ભષ્ટ કર્મચારીઓ, અધિકારીઓ ઉપર પગલા ભરશે કે પછી રાણાજીની જેમ બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ, અધિકારીઓ સાથે સમજોતા એક્સપ્રેસ ચલાવશે.

Reporter: admin

Related Post