News Portal...

Breaking News :

માંડવી થી ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો

2025-07-06 12:46:48
માંડવી થી ભગવાન વિઠ્ઠલનાથજીનો 216મો વરઘોડો નીકળ્યો


વડોદરા : આજે દેવપોઢી અગિયારસના દિવસે ભગવાન વિઠ્ઠલનાથજીનો વરઘોડો નિકળ્યો હતો. 


આ વરઘોડો દર વર્ષે પરંપરા અનુસાર માંડવી ગેટમાંથી પસાર થતો હોય છે. વડોદરાના પૌરાણિક વિઠ્ઠલનાથજી મંદિરના મહંત હરિઓમભાઇ વ્યાસે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 1866 માં વિઠ્ઠલ મંદિરમાં ભગવાન બિરાજમાન થયા છે. મંદિરમાં પુષ્ટિમાર્ગીપ ઉત્સવો ઉજવવામાં આવે છે. દેવપોઢી અને દેવઉઠી અગિયારસે વરઘોડો નીકળે છે. તે પાછળનું એક રાજવી પરિવારનો નિર્ણય ખુબ જ સરાહનીય છે. 


વર્ષો પહેલા શ્રદ્ધાળુઓ પંઢરપુર જતા હતા, ત્યારે વડોદરામાં આ પ્રકારે વાહન વ્યવહારની સુવિધા ન હતી. જેથી તેમણે વિઠ્ઠલનાથજીની સ્થાપના કરી હતી. તે બાદ વરઘોડા નિકળ્યો તેમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. જે તે સમયે શ્રદ્ધાળુઓ પંઢરપુર જઇ શકતા ન્હતા. અને હાલમાં જઇ શકતા નથી, તેવા મહારાષ્ટ્રીયન સમાજ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાયા ભગવાન વિઠ્ઠલનાથજી ની પૂજા અર્ચના આરતી કર્યા બાદ ભગવાન શ્રી વિઠ્ઠલાજી નો વરઘોડો કાઢવામાં આવ્યો હતો આ વરઘોડો માંડવી, એમ જી રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ, અમદાવાદી પોળ, રાવપુરા ટાવર, કોઠી ચાર, થઈ ને કીર્તિ મંદિર ખાતે હરિહરનું મિલન થશે. અને સાંજે ભગવાન નીજ મંદિરમાં પરત ફરશે.

Reporter: admin

Related Post