News Portal...

Breaking News :

ધ્યેય યુવા સંગઠન દ્વારા ૧૩૪મી ભીમ જયંતિની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી

2025-04-14 17:32:57
ધ્યેય યુવા સંગઠન દ્વારા ૧૩૪મી ભીમ જયંતિની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી


બઢતી પામેલ અઘિક કમિશનર CGST Custom, વડોદરા દીપક ઝાલાનુ સન્માન કરવામાં આવ્યું 

બંધારણ ઘડવૈયા ભારતરત્ન ડો બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની ૧૩૪મી જન્મ જ્યંતિની સમગ્ર વિશ્વમાં ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી. જેના ભાગરૂપે ઐતિહાસિક સંકલ્પ નગરી વડોદરા ખાતે રેસકોર્સ સ્થિત આંબેડકર પ્રતિમા ખાતે ધ્યેય યુવા સંગઠન અને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ભીમ જયંતિની ધામ ધૂમપૂર્વક ઉજવણી આજ રોજ કરવામાં આવી હતી. 


ધ્યેય યુવા સંગઠન દ્વારા સૌ મુલાકાતીઓ માટી ઠંડી મસાલા છાશ,ભીમ સંગીત અને મંડપ સહિત બેઠક વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો. ધ્યેય યુવા સંગઠનના સ્ટોલની  મેયર પિન્કીબેન સોની, વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થું, મ્યુનિસીપલ કાઉન્સિલર લીલા બેન મકવાણા, રશ્મિબેન વાઘેલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતીના સભ્ય શર્મિષ્ઠા બેન સોલંકી,પૂર્વ ડેપ્યુટી મેયર ડો જીવરાજ ભાઈ ચૌહાણ, પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય જનક ભાઈ પરમાર ,સામાજિક આગેવાન રોહિત ભાઇ પટેલ, ગોરધન ભાઈ આર્ય, કાલિદાસ શેઠ, કર્મચારી આગેવાન કે.પી.સોલંકી વગેરેએ મુલાકાત લીધી હતી. 


આ પ્રસંગે જોઇન્ટ કમિશનરમાંથી અધિક કમિશ્નર CGST Custom, વડોદરા તરીકે પ્રમોશન મેળવનાર દિપક ઝાલાનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન ધ્યેય યુવા સંગઠનના કોર કમિટી મેમ્બર હિતેષ ઇંટવાલા, મનીષ ચૌધરી, ધર્મેન્દ્ર ચૌહાણ, મનોજ કુમાર અમીન, કમલેશ રાણા, રાકેશ સક્સેના વગેરેએ કર્યું હતું. આ ઉપરાંત સિદ્ધાર્થ સેવા ટ્રસ્ટ,સૌરાષ્ટ્ર બંધુ પરિવાર, ગૌતમ બુદ્ધ માનવ કલ્યાણ સંઘ, વડોદરા અનુસૂચિત જાતિ કેળવણી મંડળ,બેંક ઓફ બરોડા વેલફેર એસોસિએશન વગેરે સંસ્થાઓ દ્વારા પણ ભીમ ક્વીઝ, ભીમ વિચાર સેલ્ફી,ચા, લીંબુ શરબત, નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો બહોળી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Reporter: admin

Related Post