થાણે: આગામી 20 નવેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી વખતે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે થાણે પોલીસની વિવિધ શાખાઓએ છેલ્લા કેટલાક દિવસથી વિશેષ ઓપરેશન હાથ ધર્યું હતું.
પંદર પિસ્તોલ તેમ જ 28 જીવંત કારતૂસો પકડી પાડી હતી. આ પ્રકરણે 10 જણની ધરપકડ કરવામાં આવી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું.થાણે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-1ની ટીમે રાબોડી અને શિળ-ડાયઘર વિસ્તારમાં ઉત્તર પ્રદેશના રહેવાસી શિવકુમાર રામકિશન અને પપિલકુમાર સત્રોહન લાલ તેમ જ રાહુલ ઉર્ફે મોહંમદ ગુલશાન ખાનને પાંચ પિસ્તોલ અને ચાર કારતૂસ સાથે પકડી પાડ્યા હતા.
એ જ પ્રમાણે યુનિટ-2ની ટીમે ભિવંડી અને શાંતિનગરમાં કાર્યવાહી કરીને બે પિસ્તોલ તથા બે કારતૂસો સાથે શ્રીકાંત દત્તા વાઘમારે અને નૂરમોહંમદ અન્સારીની ધરપકડ કરી હતી.
Reporter: admin