વડોદરા શહેર કોઠી પોળ, જૂની કાછીયા પોળ માં આવેલ શ્રી વડોદરા કાછીયા પટેલ જ્ઞાતિ પંચ સમસ્ત સંચાલિત શ્રીકૃષ્ણ મંદિર માં 46 માં પાટોત્સવ નિમિત્તે સંપૂર્ણ ચાંદી જડી દો વસ્ત્ર તેમજ સુંદર દર્શન વિવિધ મનોરથ તેમજ અન્નકૂટ દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરા શહેર માં કોઠી પોળમાં 150 વર્ષ જૂનું આવેલ શ્રી કૃષ્ણ મંદિરમાં 46 માં પાટોત્સવ નિમિત્તે આજે ઠાકોરજીને પાલખી માં બિરાજમાન કરી પાલખી યાત્રા કાઢવામાં આવી હતી સાથે આ પાલખી પાંચ પોળ માં ભગતો ને દર્શન કરવામાં ઠાકોરજી ને પાલખીમાં બિરાજમાન કરી ને પાલખી યાત્રા કાઢવામાં આવી હતી સાથે આ પાલખી યાત્રા માં સમાજ ના યુવાનો અને મહિલાઓ જોડાઈ હતી. અને પાલખી યાત્રા માં એક સરખા પહેરવેશ ધારણ કર્યાં હતાં અને પાંચ દિવસ શરદોત્સવ રાસ ગરબા, શ્રીજીના દત્તાત્રેય દર્શન, તારીખ ૧૦ ના રોજ અખંડ ધૂન સાથે તારીખ ૧૧ ના રોજ શ્રીજીના સંપૂર્ણ ચાંદી જડિત વસ્ત્રો તેમજ શણગારના દર્શન નું આયોજન કરવામાં આવ્યું છે.
આજે ઠાકોરજીને પાલખીમાં અલૌકિક અને અદભુત શણગારવામાં આવ્યા હતા અને ઢોલ નગારા સાથે વૈરમુંડી ઉત્સવ ને લઈ આજે ઠાકોરજીની પાલખી કાઢવામાં આવી હતી
Reporter: News Plus