વડોદરા : ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના “સંગઠન સૃજન અભિયાન” અંતર્ગત AICC મહામંત્રી અને વડોદરા શહેર સંગઠન પ્રભારી હરીશ ચૌધરીની અધ્યક્ષતામાં અલકાપુરી સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.
પરંતુ, જમ્મુ કશ્મીરના પહેલ ગામમાં થયેલા આતંકી હુમલામાં 27 લોકો માર્યા ગયા હોય તેમને શ્રદ્ધાંજલિ આપી પત્રકાર પરિષદ મોકૂફ રાખવામાં આવી હતી.પત્રકાર પરિષદને સંબોધતા હરીશ ચૌધરીએ કહ્યું હતું કે, આતંકી હુમલો નીંદનીય અને સ્વીકારવા લાયક નથી, ફરી વખત કોઈ આવી આતંકી ઘટનાને અંજામ આપવાની હિંમત ન કરે તેવી કાર્યવાહી કરી દાખલો બેસાડવો જોઈએ, આજે સમગ્ર દેશના નાગરિકો એકજૂથ થઈ મૃતકોના પરિવાર અને દેશ સાથે ઉભા રહે.
જ્યારે "જાતિ છોડો હિન્દુ બનો" મામલે કહ્યું હતું કે, આતંકી ઘટનાને ધર્મના નામે વળાંક અપાઈ રહ્યો છે આ વિચારધારા દેશ માટે સારી નથી. આ દરમ્યાન GPCC પ્રભારી તથા ધારાસભ્ય અમૃત ઠાકોર , GPCC-ઉપપ્રમુખ બિમલ શાહ, પૂર્વ-અમદાવાદ શહેર પ્રમુખ પંકજ શાહ અને પૂર્વ-પંચમહાલ જિલ્લા પ્રમુખ અજીતસિંહ ભટ્ટી, વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ ઋત્વિજ જોષી, વડોદરા મહાનગર સેવા સદન નેતા વિપક્ષ ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
Reporter: admin