News Portal...

Breaking News :

તેંડૂલકરે મોતી બાગ ક્રિકેટ મેદાન ખાતેની પોતાની જૂની યાદોને વાગોળી!

2025-03-05 18:57:00
તેંડૂલકરે મોતી બાગ ક્રિકેટ મેદાન ખાતેની પોતાની જૂની યાદોને વાગોળી!




વડોદરા : માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકર છેલ્લા છ દિવસથી વડોદરાના મહેમાન બન્યા છે. સચિન તેંડુલકર 14 વર્ષની ઉંમરે વડોદરાના મહેમાન બન્યા હતા. જોકે, સચિન તેંડુકલર 1987ની યાદો આજે પણ ભૂલ્યા નથી. સચિને પોતાની યાદો તાજી કરતો વીડિયો સાશિયલ મીડિયામાં શરે ક્યો છે. 'આ મોતીબાગ ક્રિકેટ ગ્રાઉન્ડ છે, હું 14 વર્ષની ઉંમરે મુંબઈની રણજી ટીમ સાથે આવ્યો હતો, અહીં અમારો ડ્રેસિંગ રૂમ હતો' તેમ સચિન એ જણાવ્યું હતું.



વડોદરાના કોટંબી ઇન્ટરનેશનલ સ્ટેડિયમને એક પછી એક મેચો મળી રહી છે. જેને પગલે દિગ્ગજ ખેલાડીઓ શહેરના મહેમાન બની રહ્યા છે. વડોદરામાં ઇન્ટરનેશનલ વન-ડે મેચ અને WPL ની મેચો રમાઇ ચૂકી છે. ત્યાર બાદ હવે ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગની મેચો હાલ રમાઇ રહી છે. જેમાં ભાગ લેવા માટે સચિન તેંડૂલકર, યુવરાજસિંગ, પઠાણ બંધુઓ સહિતના સ્ટાર ક્રિકેટર શહેરના મહેમાન બન્યા છે. આ તકે સચિન તેંડૂલકરે મોતી બાગ ક્રિકેટ મેદાન ખાતેની પોતાની જૂની યાદોને વાગોળી હતી.



સોશિયલ મીડિયામાં સામે આવેલા વીડિયોમાં સચિન તેંડૂલકર જણાવે છે કે, હું અત્યારે વડોદરામાં છું. તમે મારી પાછળ જે ક્રિકેટ મેદાન (મોતી બાગ) જોઇ રહ્યા છો. ત્યાં હું 14 વર્ષનો હતો ત્યારે આવ્યો હતો. મારી રણજી ટીમની સાથે. હું 14 સભ્યોની ટીમને એક ભાગ હતો. એક તરફ ગ્રાઉન્ડ અને બીજી બાજુ અમારૂ ડ્રેસીંગ રૂમ હતું. અહિંયા આવ્યા બાદ અચાનક જુની યાદો તાજી થઇ ગઇ છે. મને આજે પણ યાદ છે કે, મેદાન પાસે શમીયાણું બાંધવામાં આવ્યું હતું. તે સમયે મોટી સંખ્યામાં લોકો ક્રિકેટ મેચ જોવા માટે આવ્યા હતા. આજે હું અલગ કારણોસર અહિંયા આવ્યો છું.

Reporter: admin

Related Post