વડોદરા: શહેરના જાંબુઆ પાસે હાઈવે ફરી એકવાર ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ જોકે આ વેળાએ અકસ્માતને કારણે વાહનચાલકો અટવાઈ પડ્યા હતા.

વડોદરા નજીક જાંબુઆ પાસે હાઈવે પર એક શાકભાજી ભરેલો ટેમ્પો એકાએક પલ્ટી મારી ગયો હતો.જેને લઇ ટેમ્પામાં ભરેલા શાકભાજીના પોટલા રોડ પથરાઈ ગયા હતા. ટેમ્પો પલ્ટી મારતા હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.પોલીસએ સ્થળ પર પહોંચીને ક્રેનની મદદથી ટેમ્પોને હટાવી ટ્રાફિક હળવો કર્યો હતો.


Reporter: admin







