News Portal...

Breaking News :

IGI પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ: 300થી પણ વધુ ફ્લાઈટો અચાનક ડીલે થઈ

2025-11-07 15:12:23
IGI પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ: 300થી પણ વધુ ફ્લાઈટો અચાનક ડીલે થઈ


દિલ્હી: અહીંના ઇનિ્દરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાઈ છે, જેના કારણે ફ્લાઇટ કામગીરી પર ભારે અસર પડી છે. દિલ્હી એરપોર્ટથી આવતી અને જતી 300થી પણ વધુ ફ્લાઈટો અચાનક ડીલે થઈ છે. દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવતી કેટલીક ફ્લાઇટો ડીલે થઈ છે. આજે બપોરના 1 વાગ્યા સુધીમાં 5 જેટલી ફ્લાઇટ મોડી પડી છે. દિલ્હીમાં એટીસીમાં સર્જાયેલ ખામીના કારણે વડોદરા આવનાર દિલ્હીની બે ફ્લાઇટ ડીલે થઈ છે.



આવીજ રીતે દિલ્હીથી સુરત જતી સવારની એરઈન્ડિયા અને ઈન્ડિગોની બંને ફ્લાઇટ્સ ફ્લાઇટ એકથી દોઢ કલાક મોડી પડી છે. પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે, પરંતુ સવારની ઘણી ફ્લાઇટ્સ ખોરવાઈ ગઈ છે. એકાએક સમયમાં ફેરફાર થતાં મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.દિલ્હી એરપોર્ટ પર આવતી-જતી બંને ફ્લાઇટ્સ પર અસર દિલ્હીથી અમદાવાદ સહિત અનેક શહેરોમાં જતી ફ્લાઈટો એક કલાકથી પણ વધારે સમય માટે ડીલે થઈ છે. ફ્લાઈટ મોડી પડતા હજારો પ્રવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. ATC સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે 300થી વધુ ફ્લાઇટ્સ મોડી પડી છે. IGI દિલ્હી એરપોર્ટ પર આવતી અને જતી બંને ફ્લાઇટ્સ પર અસર પડી છે. ત્યારે અમદાવાદ આવતી ફ્લાઇટમાં પણ તેની અસર જોવા મળી હતી.



દિલ્હીથી અમદાવાદ આવતી સ્માર્ટવિંગ્સની SG 8193ની ફલાઇટ 3 કલાકથી વધુ સમય ડીલે થઈ છે.
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઈન્ડિયાની AI 2959 અઢી કલાકથી વધુ મોડી પડી.
દિલ્હીથી અમદાવાદ આવતી ઈન્ડિગોની બોઇંગ 2033 બે કલાકથી વધુ મોડી પડી.
દિલ્હીથી અમદાવાદ આવતી આકાશા એરની QP 1334 દોઢ કલાકથી વધુ મોડી પડી.
દિલ્હીથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની 2715 ફ્લાઇટ પણ મોડી પડી છે.
દિલ્હીથી વડોદરાની મોડી પડેલી ફ્લાઈટ્સ
દિલ્હીમાં એટીસીમાં સર્જાયેલ ખામીના કારણે વડોદરા આવનાર દિલ્હીની બે ફ્લાઇટ ડીલે થઈ છે.
દિલ્હીથી વડોદરા આવનાર ઇન્ડિયન એરલાઇન્સની ફ્લાઇટ સાડા ત્રણ કલાક લેટ
એર ઇન્ડીયાની દિલ્હીથી આવનાર ફ્લાઇટ પણ બે કલાક લેટ હતી.

Reporter: admin

Related Post