ટીડીઓ અને કેટલાક ડે. ટીડીઓ, ડે. કમિશનર અને મ્યુ. કમિશનરને તીન-પાટ-ચંબુ સમજે છે ?
ટીડીઓ- ડેપ્યુટી ટીડીઓને એવું છે કે જી. ડી.સી.આર નાં નિયમો અમને જ સમજણ પડે. ડે.કમિશનર કે મ્યુ.કમિશનરને કંઈ સમજ ના પડે !
રહેણાંક સંકુલમાં દુકાનો અને દવાખાનું શરુ કરી દેવાતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ

કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનો અને હોસ્પિટલને સીલ કરવાનો કમિશનરનો આદેશ હોવા છતાં જમીન મિલકત શાખા ઉંઘે છે..
શહેરના વાઘોડિયા રીંગ રોડ પર આવેલા બાપોદ તળાવની સામેના વ્રજરાજ કોમ્પલેક્ષમાં ગેરકાયદે દુકાનો અને દવાખાનુ ચલાવવામાં આવતુ હોવાનાં ગંભીર આરોપ સાથે એક સ્થાનિક રહેવાસીએ મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે. નવાઇની વાત તો એ છે કે કમિશનરે તત્કાળ અસરથી આ મામલે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. છતાં ટાઉન પ્લાનિંગ વિભાગે કોઇ જ કામગીરી કરી નથી અને કમિશનરના આદેશને પણ અધિકારીઓએ ઘોળીને પી ગયા છે. અરજદારે જણાવ્યું છે કે, તેમના રેસિડેન્સિયલ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ ફ્લોરમાં દુકાનો પાડી દેવામાં આવી છે અને ફર્સ્ટ ફ્લોર પર એક હોસ્પિટલ શરુ કરી દેવામાં આવી છે. જેને કારણે કોમ્પલેક્ષમાં રહેતા રહીશોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી આવી ગેરકાયદેસર દુકાનો અને હોસ્પિટલને સીલ મારી દેવામાં આવે.

બાપોદ તળાવની સામેના વ્રજરજ કોમ્પલેક્ષમાં રહેતા ચેતનભાઈ દિલીપભાઈ રાણેએ મ્યુનિસિપલ કમિશનરને લેખીત રજૂઆત કરી છે કે, તેમના રેસિડેન્સીયલ કોમ્પલેક્ષના ગ્રાઉન્ડ અને ફર્સ્ટ ફ્લોર પર કોમર્શિયલ એક્ટિવિટી થઈ રહી છે. અહીં ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર પર એક રુમ રસોડાની રજાચીઠ્ઠી છે. છતાંય ફ્લેટને દુકાનો અને હોસ્પિટલમાં કન્વર્ટ કરી દેવાઈ છે. ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનો પહોળી કરવા માટે તેની અંદરની દિવાલો તોડી પાડવામાં આવી છે. જેને લીધે કોમ્પલેક્ષના મૂળ સ્ટ્રક્ચરને ભારે નુકસાન થઈ ચૂક્યું છે. બીજી તરફ ફર્સ્ટફ્લોર પર હોસ્પિટલ શરુ કરી દેવામાં આવી છે. આખોય દિવસ હોસ્પિટલના પેશન્ટો અને એમના સગા-સંબંધીઓ પહેલા માળની ગેલેરીમાં ફરતા જોવા મળે છે. જેને લીધે કોમ્પલેક્ષના રહીશોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરાંત, વૃધ્ધો તથા બાળકોને ઈન્ફેક્શનનો ખતરો પણ ઉભો થાય છે. જેથી વ્રજરજ કોમ્પલેક્ષમાં ગેરકાયદે શરુ કરવામાં આવેલી દુકાનો તથા હોસ્પિટલોને,હેતુફેર હેઠળ તાત્કાલિક અસરથી સીલ મારીને બંધ કરી દેવામાં આવે. ઉલ્લેખનીય છે કે, ટાઉન ડેવલોપમેન્ટ ઓફિસરે વ્રજરજ કોમ્પલેક્ષમાં ગેરકાયદે શરુ કરવામાં આવેલી મિલકતોને માત્ર નોટિસ પાઠવી છે અને જણાવ્યુ છે કે, ગેરકાયદે બાંધકામનો વપરાશ બંધ કરીને તેને તાત્કાલિક દૂર કરવામાં આવે
પરિમલ પટણીએ પોતાના અલગ નિયમો બનાવ્યા છે.
2018થી મેં કમિશનર અને ટીપીઓને અરજી કરેલી છે કે અહીં ગેરકાયદેસર ક્લિનીક ચલાવવામાં આવી રહ્યું છે. 2025માં તો આ બીએચએમએસ ડોક્ટરે એમડી સાથે ટાઇ-અપ કરી હોસ્પિટલ બનાવી નાખી છે. કોમ્પલેક્ષમાં હોમ એપલાયન્સની દુકાન અને બ્યુટીપાર્લર ચાલે છે. સીલ કરવાનો ઓર્ડર આવ્યો છે છતાં 2018 થી 2025 સુધી કોઇ કાર્યવાહી કરાઇ નથી. હમણાં જ કમિશનરે ઓર્ડર કરેલો પણ અઢી મહિના થઇ ગયા પણ કોઇ કાર્યવાહી કરતા નથી. ટીપીઓ કહે છે કે ઇમ્પેક્ટ ફી ભરી છે પણ રેસીડેન્સમાં કોમર્શીયલમાં ઇમ્પેકટ ફી કેવી રીતે લઇ શકો. ટીપીઓ કહે છે કે ચેન્જ થઇ શકે પણ તમે કોમર્શીયલ કેવી રીતે કરી શકો. પરિમલ પટણીએ પોતાના અલગ નિયમો બનાવ્યા છે. આઇએએસ અધિકારીનો ઓર્ડર છે. સાત વર્ષથી ગેરકાયદેસરને તમે કાયદેસર બનાવો છો. તમામ ફ્લેટ ધારકોની મંજૂરી વગર ઇમ્પેક્ટની મંજૂરી આપી શકાય નહીં. તાત્કાલિક અસરથી રદ કરવા પાત્ર છે.
જૈનિત રાણે, સ્થાનિક રહિશ

Reporter: admin







