બહાદુર વડોદરા પોલીસ માત્ર મૂકદર્શક બનીને જોતી રહી
વડોદરામાં ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ પોલીસના જાહેરનામાનો ભંગ કર્યો છે છતાં પોલીસે તેની સામે આંખ આડા કાન કર્યા છે. પોલીસની ઘોર બેદરકારી આ મામલામાં છતી થઇ છે. પોલીસે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સાથે કુણુ વર્તન કર્યું છે.

જો સામાન્ય માણસે આ પ્રકારનો ગુનો કર્યો હોત તો બહાદુર પોલીસ તેને તરત જ પકડી લાવી હોત અને ગુનો નોંધી દીધો હોત,. ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ યોજાયેલી મ્યુઝિકલ ઈવેન્ટમાં સરકારનો પ્રતિબંધ હોવા છતા ડ્રોન કેમેરો ઉડાડી શુટિંગ કરાયું હતું અને સરકારના જાહેરનામાંનો ભંગ કરાયો હતો. ગઈકાલે શનિવારે રાત્રે સેવાસીમાં શિવાય ફાર્મમાં આ ઇવેન્ટ યોજાઇ હતી . પોલીસે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં ડ્રોન ઉડાડવા તેમજ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવ્યો છે પણ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ જાણીતા સિંગર પરંપરા ટંડન અને સચેત ટંડનની મ્યુઝિકલ ઇવેન્ટમાં ડ્રોન કેમેરો ઉડાવ્યો હતો. ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે શું જિલ્લા પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધશે? તે સવાલ ઉઠ્યા છે. અગાઉ લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડતાં પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો પણ પોલીસે ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે હજી સુધી કેમ કોઈ કાર્યવાહી ન કરી તે એક સવાલ છે.

નવાઇની વાત એ છે કે મ્યુઝિકલ ઇવેન્ટના સ્થળથી માત્ર 100 મીટર દુર સેવાસી પોલીસ ચોકી
ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ ફટાકડા ફોડીને પણ જાહેરનામાનો ભંગ કર્યો હતો. ડ્રોન ઉડાડી અને ફટાકડા ફોડી ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકોએ સરકાર, વડોદરા પોલીસને સીધો અને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે કાયદો અમારા માટે નથી. હવે વડોદરા પોલીસ બહાદુરી બતાવશે કે કેમ તે જોવાનું રહે છે. કારણ કે અત્યાર સુધી તો વડોદરા પોલીસ ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો સામે મુકદર્શક બની છે. નવાઇની વાત એ છે કે મ્યુઝિકલ ઇવેન્ટના સ્થળથી માત્ર 100 મીટર દુર સેવાસી પોલીસ ચોકી છે.



Reporter: admin