News Portal...

Breaking News :

તાંદલજામા પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી

2025-11-17 16:41:34
તાંદલજામા પતિએ પત્નીનું ગળુ દબાવી હત્યા કરી


વડોદરા શહેરના જે.પી રોડ પોલિસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની હત્યાનો બનાવ સામે આવ્યો હતો. 


પ્રાપ્ત માહિતી મુજબ વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમા આવેલ મહાબલી પુરમ સોસાયટીના ગેટ નંબર 2 મા મકાન નંબર 197 મા થોડા દિવસો અગાઉ આ શેખ પરિવાર રહેવા માટે આવ્યો હતો,આશરે 23 વર્ષીય મિસ્બા શેખ તથા તેના પતિ કાસીમ શેખ વચ્ચે કંઈક કારણોસર બોલાચાલી થઇ હતી ત્યાર બાદ ઉશકેરાયેલ કાસીમ એ તેની પત્ની મિસ્બા શેખનુ ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. મિસ્બાને સંતાનમા 5 થી 6 મહિનાની બાળકી છે.  


બનાવની જાણ પોલિસને થતા જેપી રોડ પોલિસ સ્ટેશનના પોલિસ ઇન્સ્પેક્ટર સહિતનો સ્ટાફ સ્થળ પર આવી પહોંચ્યો હતો,પોલિસ દ્વારા ગણતરીના કલાકોમાં કાસીમને ઝડપી પાડવામાં આવ્યો હતો.મૃતક મિસ્બાના મૃતદેહ ને પોસમોર્ટમ અર્થે ગોત્રી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો,પોલિસ એ આગળની વધુ તપાસ હાથ ધરી હતી. જે સંદર્ભે માં ડી ડિવિઝનના એ સી પી અશોક કાટકર મીડિયા સમક્ષ માહિતી આપી હતી. 

Reporter:

Related Post