News Portal...

Breaking News :

લો બોલો..શહેરમાં એક ના બદલે બે મ્યુઝીયમ, કોના વિકાસ માટે ? મહમ્મદ તધલખ કોણ ?

2025-02-18 10:09:06
લો બોલો..શહેરમાં એક ના બદલે બે મ્યુઝીયમ, કોના વિકાસ માટે ? મહમ્મદ તધલખ કોણ ?


શહેરની ઐતિહાસીક ઇમારત ન્યાય મંદિરને સીટી મ્યુઝિયમ બનાવા માટે વર્ષોથી માગણી થઇ રહી છે ત્યારે પાલિકાના મોહમ્મદ તઘલખે ન્યાય મંદિરનું કામ ટલ્લે ચઢાવીને લાલ કોર્ટમાં મ્યુઝિકની દરખાસ્ત મુકી છે જેનો નવચેતના ફોરમના કન્વીનર કીર્તિભાઇ પરીખે ઉગ્ર વિરોધ કર્યો છે. 


આવો તઘલખી વિચાર કોનો છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો છે. શહેરના નવચેનતા ફોરમના કન્વીનર કીર્તિભાઇ પરીખે જણાવ્યું છે કે તાજેતરની સ્થાયી સમિતીની બેઠકમાં સેવાસદનના અધિકારીઓ દ્વારા લાલ કોર્ટને મ્યુઝિયમ તરીકે વિકાસસાની  દરખાસ્ત કરીને ન્યાય મંદિરનું કામ ટલ્લે ચઢાવી દીધું છે. તેમણે આ નિર્ણયને વખોડતા આક્રોષ સાથે જણાવ્યું છે કે જે બાબત અગાઉ કોઇ ચર્ચા કે આયોજનમાં ન હતી તેવી લાલ કોર્ટમાં મ્યુઝિયમ બનાવવાનો આ કોનો તઘલખી વિચાર છે. તેમણે કહ્યું કે અંદાજે 33 કરોડનો સરકારી ગ્રાન્ટનો વેડફાટ કરાશે. આ પૈસા તો ખરેખર શહેરની જર્જરીત લહેરીપુરા દરવાજા તથા માંડવી પાછળ વાપરવા જોઇએ તેના બદલે વિવાદ ઉભો કરી મુળ ન્યાય મંદિરને બરોડા સીટી મ્યુઝિયમ બનાવાની બાબતમાં વિલંબ કરાઇ રહ્યો છે અને આ નીતિ પાછળ શું હોઇ શકે. 


પાલિકાના માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ કરાવવા કે પછી તેમાં કોની સાંઠગાંઠથી આ દરખાસ્ત કરાઇ છે તેવો સવાલ તેમણે ઉભો કર્યો છે. અને આવી શંકા ઉભી થવી સ્વાભાવિક નથી તેમ પુછતા તેમણે કહ્યું કે આવતીકાલે બદલાતા પદધારીઓ -અધિકારીઓ વચ્ચે સામસામે બે મ્યુઝીયમ એક જ વિસ્તાર મા શા માટે તેવો પ્રશ્ન ઉઠે તો કોણ જવાબદારી લેશે ? ન્યાય મંદિરનો અન્ય હેતુ માટે ઉપયોગ થશે તો?  તેમણે આશંકા વ્યક્ત કરી કે બજેટ કે ગ્રાન્ટ નો વિવાદ છે કે બીજુ કંઇ રંધાઇ રહ્યુ છે ? કોણ ચોકીદાર છે અને કોણ ભાગીદાર છે એ તો આવનાર સમય બતાડશે પણ રાજકીય નેતાઓ ની યાદવાસ્થળી કે અહંકાર કે નેત્રુત્વવિહીન વડોદરા હેરિટેજ ખંડેર થઈ રહ્યુ છે . તેમણે એમપણકહ્યું કે પ્રજાએ મોદી મોહ મનમાં દાટી બહાર આવવાનો સમય છે. કીર્તિભાઇ પરીખે અગાઉ પણ સ્થાયી સમિતીને પત્ર લખીને રજૂઆત કરી હતી કે ઐતિહાસીક સ્થાપત્યની અજોડ ઇમારત ન્યાયમંદિરને બરોડા સીટી મ્યુઝિયમ તરીકે વિકાસવાની જરુર છે. વડાપ્રધાન મોદીની ભલામણ મંજૂરી મળ્યા બાદ આ કામ ટલ્લે ચઢાવવા વચ્ચે અકારણથી વિલંબ કરી જો નિર્ણય ફેર હોય તો તે અસહનીય છે અને અન્યાય છે. લાલ કોર્ટમાં નહીં પણ ન્યાય મંદિરમાં જ બરોડા સીટી મ્યુઝિમયમ બનાવાય તેવા 2015ના ઠરાવને જ પુન મંજૂરી આપવી જોઇએ.

Reporter: admin

Related Post