NIIT પરીક્ષાની તૈયારી કરવા માટે દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે મહારાષ્ટ્રના લાતુરમાં રહે છે. ટ્યુશન ક્લાસની સાથે સાથે હોસ્ટેલ, રેસ્ટોરાં, લોન્ડ્રી જેવા ધંધાનું બજાર પણ ખીલ્યું છે જેનું ટર્નઓવર એક હજાર કરોડ સુધી પહોંચી ગયું છે. શિક્ષકોનો પગાર પણ વાર્ષિક ૩૦ લાખથી ૧ કરોડ જેટલો છે.
દર વર્ષે લગભગ ૨૫ હજાર વિદ્યાર્થીઓ નીટ ની તૈયારી કરવા લાતુર આવે છે. રાજ્યની સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોની પ્રવેશ ક્ષમતાના ૩૦ ટકા વિદ્યાર્થીઓ એકલા લાતુરમાંથી આવે છે. પરિણામે લાતુરમાં ટ્યુશન બજાર ખીલ્યું છે. સૂત્રોએ જણાવ્યું હતું કે પુસ્તક અને સ્ટેશનરી માર્કેટનું ટર્નઓવર રૂ. ૭૦૦ કરોડ છે. વાર્ષિક ફી ૬૦,૦૦૦ થી ૧,૨૦,૦૦૦ સુધી લેવામાં આવે છે.આ ઉપરાંત પુનઃપરીક્ષા આપનારાઓ પણ મોટી સંખ્યામાં લાતુર આવે છે.શિક્ષણ વર્ગોની આસપાસ ઘણા ખાનગી છાત્રાલયો ઉભા કરવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ દર મહિને ૩ થી ૫ હજાર રૂપિયા ચૂકવીને આ હોસ્ટેલમાં રહી શકે છે. બાળકો માટે આવાસ પ્રદાન કરનારાઓનું ટર્નઓવર સો કરોડથી વધુ છે. આ ઉપરાંત રેસ્ટોરન્ટનો ધંધો પણ ફૂલ્યોફાલ્યો છે. નાસ્તા, ચા અને કોફી માટેની ઘણી નાની દુકાનો પણ છે. બે પૈસા મોંઘા હોવા છતાં સ્વચ્છતા જાળવવામાં આવે ત્યારે ગ્રાહકો આવે છે, આ સમીકરણનું ધ્યાન રાખવામાં આવે છે.
Reporter: News Plus







