રાજ્યમાં જ્યારે ખેલ મહાકુંભ સ્પર્ધાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેરની જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન શહેરના એકમાત્ર સમા ઇન્ડોર સ્વિમિંગ પુલ ખાતે થઈ રહ્યું છે.
ત્રણ દિવસ સુધી ચાલનાર આ સ્પર્ધામાં અલગ અલગ ઇવેન્ટ અને વય જૂથમાં 2000 થી પણ વધુ (ભાઈઓ તથા બહેનો) ખેલાડીઓ ભાગ લેવા જઈ રહ્યા છે. રમત ના કન્વીનિયર અને જોઈન્ટ સેક્રેટરી - બરોડા ડિસ્ટ્રિક્ટ એકવિટિક એસોસિએશન ડો. અર્જુનસિંહ મકવાણા દ્વારા જણાવ્યા પ્રમાણે સ્વિમિંગ રમત એ એક લાઈફ સ્કીલ તરીકે ઓળખવી જોઈએ. દરેક વિદ્યાર્થીઓને શાળામાં તરતા શીખવાડવું જોઈએ. જેવી રીતે આત્મરક્ષણ ( સેલ્ફ ડિફેન્સ) માટે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેવી રીતે પૂર, નદી, તળાવ, સમુદ્ર જેવા વિસ્તારોમાં પાણીથી પોતાનું રક્ષણ અને બીજાનું રક્ષણ કઈ રીતે કરવું જોઈએ તેવા પ્રકારની ટ્રેનિંગ દરેક વિદ્યાર્થીઓને શીખવાડવી જરૂરી હોવી જોઈએ.
ખેલ મહાકુંભમાં સ્વિમિંગ રમતમાં વડોદરા શહેરની ભાઈઓની અને બેહેનો ની ટીમો નો ઉત્કૃષ્ટ દેખાવ કરી ખૂબ જ મોટી ઇનામી રકમ સાથે તેઓ વિજેતા બની રહ્યા છે. એસજીએફઆઈ, ખેલ મહાકુંભ, સીબીએસઈ અને એસોસિએશન જેવી રમતોમાં વડોદરા શહેરના ખેલાડીઓ ખૂબ જ મેડલો જીતી વડોદરા શહેરનું નામ રોશન કરી રહ્યા છે. ત્યારે વડોદરા શહેરમાં વધુ ચાર નવા સ્વિમિંગ પુલ કૉર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવી રહેલ છે. જેનાથી વડોદરા શહેરમાં સ્વિમિંગ રમતનો ખૂબ મોટો વિકાસ થશે અને આવનારા દિવસોમાં વડોદરા શહેર સ્વિમિંગ રમત માટે પ્રખ્યાત થશે.
Reporter: admin







