News Portal...

Breaking News :

ઉધના રેલ્વે સ્ટેશન પર શંકાસ્પદ યુવક પકડાયો

2025-09-16 13:10:17
ઉધના રેલ્વે સ્ટેશન પર શંકાસ્પદ યુવક પકડાયો


ઉધના રેલ્વે આઉટ પોસ્ટ પોલીસે ૬ મોબાઇલ સાથે શખ્સને ઝડપી ૬ ગુનાઓ ઉકેલ્યા



ચોરીના મોબાઇલ સાથે યુવક ઝડપાયો
સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પર પેટ્રોલિંગ દરમ્યાન પોલીસે એક શંકાસ્પદ યુવકને ઝડપી મહત્વપૂર્ણ સિદ્ધિ નોંધાવી છે. ઉધના રેલ્વે આઉટ પોસ્ટના જવાનો સુચનાઓ અનુસંધાને પ્લેટફોર્મ નંબર ૦૪ અને ૦૫ પર પેટ્રોલીંગ કરી રહ્યા હતા ત્યારે ભીડભાડ વચ્ચે સલમાન નઈમ શેખ નામનો ૨૩ વર્ષનો યુવાન શંકાસ્પદ હાલતમાં જોવા મળ્યો હતો. તેની પૂછપરછ કરતા તે ગભરાઈ જઈ ભાગવાનો પ્રયાસ કરતો હતો. પોલીસે સ્થળ પર જ તેને ઝડપી તેની અંગઝડતી કરતાં તેની પાસે અલગ-અલગ કંપનીના કુલ ૬ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. 


આ મોબાઇલની કિંમત આશરે રૂ. ૧,૨૪,૦૯૯ જેટલી હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે મોબાઇલ ફોન ચોરી કે છળકપટથી મેળવેલા છે. આરોપીની સઘન પુછપરછ બાદ સુરત રેલ્વે પોલીસ સ્ટેશનના કુલ ૬ વણશોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસની આ કામગીરીને કારણે રેલવે સ્ટેશન પર મુસાફરોમાં વિશ્વાસ વધ્યો છે અને ગુનાઓ ઉકેલવામાં આવેલ સિદ્ધિ કાબિલે દાદ ગણાઈ રહી છે. આ સમગ્ર કાર્યવાહીમાં રેલ્વે પોલીસે પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી.

Reporter: admin

Related Post