News Portal...

Breaking News :

લોકસભા સામાન્ય ચુંટણીને પગલે રેલ્વેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો કે હથિયારની હેરાફેરી ન થાય તે માટે સરપ્રાઇઝ ચેકીંગ

2024-04-22 16:43:16
લોકસભા સામાન્ય ચુંટણીને પગલે   રેલ્વેમાં ટ્રેન મારફતે માદક પદાર્થો કે હથિયારની  હેરાફેરી ન થાય તે માટે સરપ્રાઇઝ ચેકીંગ

રેલવે એસ. ઓ.જી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી

લોકસભા સામાન્ય ચુંટણી 2024 યોજવાની છે ત્યારે તેના પગલે બોમ્બ બ્લાસ્ટ તથા રેલ્વેમાં ટ્રેન મારફતે માદક પદાર્થોની કે હથિયારની હેરાફેરી ન થાય તે માટે પોલીસ દ્વારા ખાસ ચેકીંગ કરવામાં આવ્યું હતું. વડોદરા રેલવે સ્ટેશન ખાતે એસ.ઓ.જી. પશ્ચિમ રેલ્વે, વડોદરા તથા પોલીસ ઇન્સ. એમ. આર. નકુમ, વડોદરા રેલ્વે પોલીસ સ્ટેશનના  તેઓના સ્ટાફ સાથે  SOG/BDDS ટીમના અધિકારી/ કર્મચારીઓએ સવારે આકસ્મિક ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. વડોદરા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં સયુંકત સરપ્રાઇઝ કોમ્બીંગ ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. આ ચેકીંગ દરમ્યાન છાયાપુરી રેલવે સ્ટેશન ખાતેથી પસાર થતી રાજય બહારની અસરકારક ટ્રેનો પૈકી  ઇન્દોર- ગાંધીનગર શાંતિ એકસ., વેરાવળ એકસ., આગ્રા ફોર્ટ- અમદાવાદ સ્પેશ્યલ એકસ., ઓખા- ગોરખપુર એકસ., અમદાવાદ- દાનાપુર એકસ. માંથી ચઢતા-ઉતરતા પેસેન્જરો તથા ટ્રેનોમાં મુસાફરી કરતા પેસેન્જરો તથા પ્લેટફોર્મ ઉપરથી અવર-જવર કરતા પેસેન્જરો ઉપર વોચ રાખી  શકમંદ જણાઇ આવેલ પેસેન્જરોના માલસામાનનું ઝીણવટ ભરી રીતે બેગેજ સ્કેનર તથા મેન્યુઅલી ચેકીંગ કરવામાં આવ્યું હતું. તેમજ પેસેન્જરોની ભીડ-ભાડવાળી જગ્યાઓ, પાર્સલ ઓફીસ, પ્લેટફોર્મ ઉપરના પાર્સલો, મુસાફરખાના, વેઇટીંગરૂમ, પેસેન્જરોએ સાથે રાખેલ લગેજ તથા ટ્રેનો વિગેરે BDDS ટીમ સહિત સઘન ચેકીંગ કાર્યવાહી કરવામાં આવી હતી.. આ ચેકીંગ દરમ્યાન કોઇ શંકાસ્પદ કે કોઇ વાંધાજનક વસ્તુ મળી આવી ન હતી

Reporter: News Plus

Related Post