News Portal...

Breaking News :

સુરત પોલીસનું ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન : ત્રણ કલાકની જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી ઝાડી ઝાંખરામાં સંતાયેલો આરોપી ઝડપાયો

2025-06-09 12:26:57
સુરત પોલીસનું ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન : ત્રણ કલાકની જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી ઝાડી ઝાંખરામાં સંતાયેલો આરોપી ઝડપાયો


સુરત : ટેકનોલોજીના યુગમાં આરોપીને પકડવો પોલીસ માટે કેટલાક કિસ્સામાં સરળ બન્યું છે. જ્યારે કોઇ આરોપી મોબાઇલ અથવા ઇન્ટરેન્ટનો ઉપયોગ કરે ત્યારે તેને ટ્રેસ કરીને પણ પોલીસ પકડી પાડતી હોય છે. 


જો કોઇ આરોપી પોલીસની નજર સામે નાસી છુટી કોઇ ઝાડીઓમાં સંતાઇ જાય ત્યારે ડ્રોનની મદદથી તેને પકડી પાડવામાં આવતો હોય છે. આવું જ એક અનોખો કિસ્સો સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ સાથે બન્યો છે.પોલીસનું ડ્રોન કેમેરાથી સર્ચ ઓપરેશન ચાલુ જ હતુ. આશરે ત્રણ કલાકની ભારે જહેમત બાદ ડ્રોન કેમેરાની મદદથી ઝાડી ઝાંખરામાં સંતાયેલા મુકેશના પીળા રંગની ટી-શર્ટ પરથી તેની ઓળખ કરી શોધી કાઢવામાં આવ્યો હતો. ડ્રોન કેમેરામાં મુકેશ ડીટેક્ટ થતાં ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ કાદવ કીચડમાં ઉઘાળા પગે ચાલીને ઝાડી ઝાંખરામાં પહોંચી અને તેને આખરે દબોચી લીધો હતો.આરોપીએ પોલીસ પકડ ટાળવા સારૂ તાપી નદીમાં છલાંગ લાગી, ત્યારબાદ તરીને નદીના બેટ પરના ઝાડીઓમા સંતાઇ ગયો હતો. જોકે આખરે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કલાકો ની મહેનત બાદ આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે અહીંમહત્વનું છે કે, આ આરોપીચોરીનો આરોપી હતો,પોલીસે કેટલી મહેનત કરી આજે તેની વાત કરવી છે.ઘરફોડ ચોરી જેવા કિસ્સાઓમાં કેટલીક વખત પોલીસ આરોપીને પકડવામાં કાચું કાપતી હોય છે, આરોપીને પકડવામાં પોલીસને કોઇ રસ નથી વિગેરે આરોપો મુકવામાં આવતા હોય છે. જોકે આ પ્રકારના તમામ આરોપોને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખોટા સાબીત કરી દીધા છે.


ગત તા. 5 જુના 2025ના રોજ સુરતના અમરોલી પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો એક ગુનો નોંધાયા છે. ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગે છે. સતત પ્રયત્નો બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક મહત્વની કળી હાથ લાગે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી છે કે, ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ ધીરૂભાઇ સરવૈયા (ઉ.વર્ષ 20) ગુનો આચરતા સમયે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો તે જ બાઇક લઇને સિંગણપોરથી રાંદેર તરફ જઇ રહ્યો છે.આરોપી મુકેશને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચને મળેલી આ બાતમી ઘણી હતી. બાતમીના આધારે સિંગણપોર તરફ વોચ ગોઠવવામાં આવી અને મુકેશ બાઇક પર આવતા તેને અટકાવવા જતા પોલીસને જોઇ તેણે બાઇક મૂકી સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ દોડી જોઇ નદીમાં છલાંગ લગાવી દીધી હતી. છલાંગ લગાવી મુકેશ તરી તાપી નદીમાં આવેલા બેટ પરની ઝાડી ઝાંખરામાં સંતાઇ ગયો હતો.આરોપીને પકડવો તો હતો જ, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સામે અનેકો પડકા હતા. નદીમાં પાણી, કાદવ-કીચડ અને ઝાડી ઝાંખરા હતા. જેથી ફાયર બ્રિગેડ બોલાવવામાં આવી અને ડ્રોન ટીમ બોટમાં બેસી બેટ ઉપર પહોંચી સર્ચ આપરેશન શરૂ કર્યું. બેટ ઉપર પુષ્કળ પ્રમાણમાં ઝાડી ઝાંખરા તથા ખાડા ટેકરા તેમજ કાદવ કીચડ હોવાથી આરોપીને પત્તો મળવો મુશકેલ હતો.

Reporter: admin

Related Post