News Portal...

Breaking News :

સ્પેશક્રાફ્ટમાં ખામી સર્જાતા અંતરિક્ષમાં ફસાઈ સુનિતા વિલિયમ્સ

2024-06-23 17:38:11
સ્પેશક્રાફ્ટમાં ખામી સર્જાતા અંતરિક્ષમાં ફસાઈ સુનિતા વિલિયમ્સ


સુનિતા વિલિયમ્સ અને અન્ય એસ્ટ્રોનેટને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ISS પર લઈ જનારા બોઈંગ સ્ટારલાઈનર  સ્પેસક્રાફ્ટમાં  ટેકનિકલ ખામીના સર્જાતા અવકાયયાત્રીને પૃથ્વી પર પાછા લાવવામાં વિલંબ થઈ રહ્યો છે. 


જેથી ભારતીય મૂળની એસ્ટ્રોનેટ સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ક્યારે આવશે તે સવાલ હવે ઘેરો બન્યો છે.બોઈંગ સ્ટારલાઈનરના એસ્ટ્રોનેટઓએ જ્યારથી તેમની સ્પેશ સેન્ટર પર જવાનો પ્લાન કર્યો છે, ત્યારથી કોઈને કોઈ સમસ્યા સામે આવી રહી છે. બે વખત ટેકનિકલ ખામીઓ બાદ એસ્ટ્રોનેટઓને ત્રીજી વખત ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર રવાના કરવામાં આવ્યા હતા. ત્યારે હવે સ્પેશક્રાફ્ટમાં ખામી સર્જાતા તેઓ ISS માંથી પાછા આવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ મામલે એન્જિનિયર્સનું કહેવું છે કે ટૂંક સમયમાં સ્પેશક્રાફ્ટની ખામીને દૂર કરીને એસ્ટ્રોનેટને પૃથ્વી પર પરત લાવવામાં આવશે.સ્ટારલાઇનર સ્પેસક્રાફ્ટનું રીટર્ન મોડ્યુલ ISSના હાર્મની મોડ્યુલ પર રોકાય ગયું છે. 


જો કે, હાર્મની મોડ્યુલમાં ફક્ત મર્યાદિત ઈંધણ જ બચ્યું છે. તો બીજી તરફ સ્ટારલાઈનમાં પાંચ જગ્યાએથી હિલીયમ લીકેજને કારણે પરત ફરવાની યાત્રા શરૂ થઈ શકી નથી. એક અહેવાલ મુજબ, સ્ટારલાઈનર પાસે પાંચ થ્રસ્ટર્સ છે જેણે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ મામલે નાસાએ એક મોટી માહિતી આપતા કહ્યું છે કે એસ્ટ્રોનેટઓના પ્રથમ ટીમને લઈ જનાર સ્ટારલાઈનરની વાપસી મોકૂફ રાખવામાં આવી છે. આ ઉપરાંત નાસાએ સુનિતા વિલિયમ્સ સહિત આ ટીમના સભ્યોની પરત ફરવાની નવી તારીખ પણ આપી નથી. અગાઉ સ્પેશક્રાફ્ટની વાપસી 26 જૂને નક્કી કરવામાં આવી હતી. આ પહેલા ત્રણ વખત વાપસી ટળી ગઈ છે.  ૬કલાકની ફ્લાઈટમાં કોઈ ચૂક ન થાય તે માટે નાસા કોઈ જોખમ લેવા માંગતું નથી. આ વખતે સુનીતા વિલિયમ્સ 322 દિવસ સુધી અવકાશમાં રહી છે. ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વના લોકોની ચિંતા વધી રહી છે.

Reporter: News Plus

Related Post