વડોદરા: આગામી તારીખ 5 જુલાઈ સહાદતની રાતે તેમજ તારીખ 6 જુલાઈ રવિવારના રોજ તાજિયા વિસર્જન હોય.

આજરોજ ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયાની આગેવાનીમાં કારેલીબાગ, સિટી, કુંભારવાડા સહિતના પોલીસ સ્ટેશનના પી આઈ તથા પોલીસ સ્ટાફ, તથા એમજીવીસીએલ ના કર્મચારીઓ, કોર્પોરેશન ની દબાણશાખાના અધિકારીઓ તેમજ તાજીયા કમિટીના ઝાહીદબાપુ, ગુદડુભાઈ અને મચ્છીપીઠના ફિરોજભાઈ ની સીપી સમક્ષ રજૂઆતના પગલે આજરોજ સલાટવાડા થી ફતેપુરા, સરસિયા તળાવ સુધીના વિસ્તારોમાં નડતરરૂપ દબાણો, વીજ વાયરો, તેમજ બિસ્માર રસ્તાઓની કામગીરી વેહલી તકે પૂર્ણ થાય તેમજ સરસીયા તળાવમાં સાફ સફાઈ કામ ત્વરિત કરવામાં આવે તેવા સૂચનો ડીસીપી ઝોન ચારના પન્ના મોમાયા એ કર્યા હતા, સાથે સાથે સરસિયા તળાવમાં તાજીયાઓને ઠંડા કરવા વધારાના તરાપાઓ પણ મુકવાની માંગ તેમજ વિવિધ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી.




Reporter: admin







