વડોદરાના તાંદલજા વિસ્તારમાં આવેલી બેસીલ સ્કૂલ નજીકના રહેવાસીઓ માટેના મહત્વના SIR ફોર્મ ભરવાની અને એકત્ર કરવાની કામગીરી BIO સંસ્થા દ્વારા સફળતાપૂર્વક હાથ ધરવામાં આવી હતી.

BIO ના સ્વયંસેવકોએ ઘરે-ઘરે જઈને લોકોને ફોર્મ ભરવામાં મદદ કરી હતી, જેના કારણે વૃદ્ધો અને વ્યસ્ત રહેવાસીઓને સરકારી કચેરી સુધી જવાની મુશ્કેલીમાંથી મોટી રાહત મળી હતી.રહેવાસીઓએ આ સરાહનીય પહેલને જોરદાર પ્રતિસાદ આપીને સમગ્ર કામગીરીને સફળ બનાવી હતી.આજે અને આવતીકાલે એમ બે દિવસ સવારે 9:00 વાગ્યાથી લઈ એક વાગ્યા સુધી મતદાન મથક પર બેયલો દ્વારા કામગીરી કરવામાં આવશે





Reporter: admin







