News Portal...

Breaking News :

શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન: ભારતના શુભાંશુ શુક્લાએ રચ્યો અવકાશમાં નવો ઈતિહાસ

2025-06-26 10:07:38
શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન: ભારતના શુભાંશુ શુક્લાએ રચ્યો અવકાશમાં નવો ઈતિહાસ


દિલ્હી : ભારતના શુભાંશુ શુક્લા અવકાશમાં નવો ઈતિહાસ રચી રહ્યા છે. 41 વર્ષ બાદ કોઈ ભારતીય અવકાશ સુધી સફળતા પૂર્વક પહોંચ્યા છે. 


Axiom-4 મિશનના ભાગરૂપે તેઓ ત્રણ અન્ય અવકાશયાત્રીઓ સાથે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) તરફ 25 જૂનના પ્રયાણ કર્યુ હતું છે. આ મિશન ભારતની વૈજ્ઞાનિક પ્રગતિ અને ગૌરવનું પ્રતીક છે, જે દેશની અવકાશ સંશોધન ક્ષમતાને વિશ્વ સમક્ષ રજૂ કરે છે.શુભાંશુ શુક્લાનું Axiom-4 મિશન 25 જૂન, બુધવારે ફ્લોરિડામાં નાસાના કેનેડી સ્પેસ સેન્ટરથી સફળતાપૂર્વક લોન્ચ થયું. SpaceXના ફાલ્કન 9 રોકેટ દ્વારા ડ્રેગન સ્પેસક્રાફ્ટે ઉડાન ભરી હતી. આ સ્પેસક્રાફ્ટ 26 જૂન, ગુરુવારે સાંજે 4:30 વાગ્યે ISS સાથે ડોક થશે. ડોકિંગ એટલે અવકાશયાનનું ISS સાથે જોડાવું, પૃથ્વીથી લઈ ISS સુધીનો 28 કલાક સફર પૂર્ણ કરી સફર યાનનું આજે સફળ ડોકિંગ થશે.


Axiom-4 મિશનના ચારેય સભ્યો ISS પર 14 દિવસ રહેશે અને આ દરમિયાન 60 વૈજ્ઞાનિક પ્રયોગો કરશે. આ પ્રયોગોમાં માનવ શરીર વિજ્ઞાન, પોષણ અને બીજ અંકુરણ જેવા વિષયોનો સમાવેશ થાય છે. આ મિશન Axiom Spaceનું અત્યાર સુધીનું સૌથી વધુ સંશોધનાત્મક મિશન હશે, જે માઇક્રોગ્રાવિટી સંશોધનમાં માટે નવી તકો ઊભી કરશે.ગ્રેસ ઓર્બિટમાં પહોંચ્યા બાદ અવકાશયાત્રીઓએ તેમના ડ્રેગન સ્પેસક્રાફ્ટને ‘ગ્રેસ’ નામ આપ્યું. SpaceXએ ક્રૂને શુભેચ્છા પાઠવતાં કહ્યું, “ગ્રેસના પ્રથમ ક્રૂને ગોડસ્પીડ!” આ નામ અને શુભેચ્છા મિશનની સફળતાને વધુ ખાસ બનાવે છે.

Reporter: admin

Related Post