વડોદરા : ભારે વરસાદના કારણે વડોદરાના નાગરિકો એ ભારે પૂર નો સામનો કરવો પડ્યો હતો.વિશ્વામિત્રી નદી ને ઊંડી અને પહોળી કરવાની કામગીરી તાત્કાલિક શરૂ કરી છે.
મુખ્યમંત્રી અને રાજ્ય સરકારે લેખિત માં તાત્કાલિક નદી નું કામ કરવા આદેશ આપ્યા હતા.આવનારા સમય માં ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.આજે સાઇટ વિઝીટ કરી,બાદમાં બેઠક કરી છે.100 દિવસમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા લક્ષ્યાંક છે તેમજ લક્ષ્યાંક મુજબ કામગીરી કરવામાં આવી રહી છે, 45 દિવસમાં 50 ટકા કામગીરી પૂર્ણ કરી એ મોટી સફળતા છે.
100 દિવસમાં સંપૂર્ણ કામગીરી કરનાર વડોદરા દેશમાં પહેલું શહેર બનશે. વરસાદ પહેલા સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જશે.સિંચાઈ વિભાગ સાથે પણ આજે બેઠક યોજાશે. તેમ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી એ જણાવ્યું હતું
Reporter: admin