ગુજરાત રાજ્યની તમામ શાળાઓમાં સક્ષમ શાળા કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત વડોદરા જિલ્લાની તમામ શાળાઓ ધ્વારા રજીસ્ટ્રેશન, શાળા ડેટા અપલોડિંગ, મુખ્ય અને સબ કેટેગરીમાં એપ આધારિત રેન્કિંગ, ૪ સ્ટાર અને ૫ સ્ટાર શાળાઓના ક્રોસ વેરિફિકેશન, બ્લોક લેવલ કમિટી ધ્વારા ઓવરઓલ કેટેગરી સિલેકશન અને હાલમાં સબ કેટેગરી સિલેકશનની સુધીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

સ્ટેટ પ્રોજેક્ટ ઓફીસ, ગાંધીનગર ખાતેથી સ્ટેટ રિસોર્સ પર્સન અતુલભાઈ પંચાલે સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત વડોદરા તાલુકાની ઉંડેરા પ્રાથમિક શાળા અને વાઘોડિયા તાલુકાની રસુલાબાદ ન.વ. પ્રાથમિક શાળાની મુલાકાત લીધી હતી. જિલ્લા કક્ષાએથી ADPC (QEM) રાકેશ સુથાર, વડોદરા BRC Co. નરેન્દ્રસિંહ ઠાકોર, વાઘોડીયા BRC Co. રાજેશભાઈ પટેલ અને સ્થાનિક CRC Co. કૃણાલભાઈ જોશી શાળા મુલાકાતમાં જોડાયા હતા.

શાળા મુલાકાતમાં મુખ્યત્વે બાલવાટિકા, સ્વઅધ્યયનપોથી, ચિત્રપોથી, પ્રવૃત્તિ રજીસ્ટર, શાળા પુસ્તકાલય, કોમ્પ્યુટર રૂમ, વિજ્ઞાનખંડ, LBD Lab, નવી આપવામાં આવેલ બેન્ચીસ, નવી ખુરશીઓ, ફાયર સેફટીના સાધનો, સેનિટેશન, સોલાર સીસ્ટમ, વોટર હાર્વેસ્ટિંગ, પ્લાન્ટેશન, મેદાન, શાળા પરિસરનો થયેલ વિકાસ, બાગ, બગીચા, સ્વચ્છતા માટેની વ્યવસ્થા, CSR અંતર્ગતની સુવિધાઓ, નિપુણ ભારત અંતર્ગત આપેલ સાહિત્ય વગેરે બાબતો ધ્યાને લઈ શાળા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ સાથે સક્ષમ શાળા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં શાળાઓ ધ્વારા થયેલ કામગીરી સંદર્ભે અતુલભાઈ પંચાલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એમ.આર.પાંડે સાથે રૂબરૂ મુલાકાત કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.
Reporter: admin