દેશભરમાં પરિવાર તથા સ્નેહી-સબંધીઓ સાથે હળીમળીને દિવાળીની ઉજવણી થઈ રહી છે
ત્યારે પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવાની ઈચ્છાને દબાવીને રાજ્યના નાગરિકોની સલામતી અને સુરક્ષા માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીસ અધિકારી કર્મચારીઓ તથા તેમના પરિવારજનો સાથે આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે દિવાળી પર્વની ઉજવણી કરી હતી. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વડોદરા જીલ્લા પોલીસ હેડ ક્વાર્ટરની મુલાકાત લઈ જીલ્લા પોલીસ પરીવારના સભ્યોને મીઠાઇ તેમજ આર્શીવાદરૂપી ભેટ આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
ત્યાર બાદ જીલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય તેવા પોલીસ અધિકારી-કર્મચારીઓને પ્રસંશાપત્ર આપી તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. પોલીસ પરીવાર તેમજ પોલીસ અધિકારી-કર્મચારીનાઓએ સંબોધન કરતા વિકાસ સહાયે કહ્યું હતું કે, આપણે સૌએ ગુજરાત પોલીસનું જે સૂત્ર છે 'સેવા, સુરક્ષા અને શાંતી' તે સાચા અર્થમાં ચરિતાર્થ કરવા પ્રયત્નશીલ રહી સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ અપનાવવો જોઈએ અને નાગરિકોની સેવા માટે હંમેશા તત્પર રહેવું જોઈએ.વિકાસ સહાયે વડોદરા જીલ્લા હેડ ક્વાર્ટરના બેડમીન્ટન કોર્ટ, નેત્રમ કમાન્ડ એન્ડ કંટોલ રૂમ તેમજ આંગણવાડીની મુલાકાત લઈ પોલીસ પરીવારના નાના ભુલકાઓ સાથે વાર્તાલાપ કરી દિવાળીની શુભેચ્છા પાઠવી ચોકલેટ વિતરણ કરી હતી.
Reporter: admin