News Portal...

Breaking News :

સ્ટારલિંકે ભારતમાં તેની રેસિડેન્શિયલ યોજના સત્તાવાર રીતે શરૂ કરી: રેસિડેન્શિયલ પેકેજની કિંમત ₹8,600 પ્રતિ મહિના

2025-12-13 10:27:36
સ્ટારલિંકે ભારતમાં તેની રેસિડેન્શિયલ યોજના સત્તાવાર રીતે શરૂ કરી: રેસિડેન્શિયલ પેકેજની કિંમત ₹8,600 પ્રતિ મહિના


દિલ્હી : મસ્કની સ્પેસએક્સ સેટેલાઇટ ઇન્ટરનેટ સર્વિસ સ્ટારલિંકે ભારતમાં તેની રેસિડેન્શિયલ યોજના સત્તાવાર રીતે શરૂ કરી છે. 


કંપનીનું ધ્યાન એવા વિસ્તારોમાં હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પૂરું પાડવાનું છે, જ્યાં બ્રોડ બેન્ડ નેટવર્ક કાં તો મર્યાદિત છે અથવા તો નેટવર્ક નબળું છે.એલોન મસ્કે જણાવ્યું હતું કે, સ્ટારલિંકનું નેટવર્ક વિશ્વભરમાં ઝડપથી વિસ્તરી રહ્યું છે અને ભારતમાં તેનું લોન્ચિંગ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હશે, કારણ કે અહીં લાખો લોકો પાસે હજુ પણ હાઇ-સ્પીડ ઇન્ટરનેટ સર્વિસનો અભાવ છે. એવામાં ભારત સ્ટારલિંકના ગ્લોબલ મિશનમાં ખાસ ભૂમિકા ભજવી શકે છે.


સ્ટારલિંક ઇન્ડિયા વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, રેસિડેન્શિયલ પેકેજની કિંમત ₹8,600 પ્રતિ મહિના છે. આ ઉપરાંત, સર્વિસ શરૂ કરવા માટે હાર્ડવેર કિટના એકવાર 34,000 રૂપિયા ચૂકવવા પડશે. આમાં અનલિમિટેડ ડેટા અને 30-દિવસના ટ્રાયલનો સમાવેશ થાય છે, જેથી નવા યુઝર્સ ક્વોલિટી ટેસ્ટ કરી શકે.

Reporter: admin

Related Post