આજ રોજ ચૂંટણી પંચે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને ના સ્ટાર પ્રચારકોના નિવેદનો પર પક્ષોને સૂચના આપી છે. તેમણે કહ્યું કે, બંને પક્ષોના સ્ટાર પ્રચારકોએ પોતાના નિવેદનો પર સંયમ રાખી શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ
લોકસભા ચૂંટણીનો પર્વ ચાલે છે, ત્યારે તમામ પક્ષો મતદારોને રિઝવવા પ્રયત્ન કરી રહ્યા છે. કેટલાય વિવાદિત નિવેદનો આવતા હોય . જેને લઇ ચૂંટણી પંચે ભાજપ-કોંગ્રેસને આદેશ આપ્યા છે. ભાજપ અને કોંગ્રેસના નિવેદનોની નોંધ લઇ ચૂંટણી પંચે બંને પક્ષોના નેતાઓને સંયમ અને શિષ્ઠતા રાખવાની માહિતી આપી છે.
પંચે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા અને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને તેમના પક્ષ વતી ઔપચારિક નોંધ જારી કરવા કહ્યું. ચૂંટણી પંચ એ કહ્યું કે બંને પક્ષોએ પોતાના ભાષણોમાં સાવધાની અને શિષ્ઠતા રાખવાનુ માર્ગદર્શન પોતાના પક્ષ મા આપવું જોઈએ. સમાજ મા વિરોધ કરતા ભાસણો ન કરવા જોઈએ જેથી કોઈ ના વચ્ચે વિખવાદ ના થાય.
Reporter: News Plus