News Portal...

Breaking News :

રાજકોટમાં ધો. 5માં ભણતાં 11 વર્ષના વિદ્યાર્થીને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતા મોત

2025-01-29 16:33:52
રાજકોટમાં ધો. 5માં ભણતાં 11 વર્ષના વિદ્યાર્થીને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતા મોત


રાજકોટ : ગુજરાતમાં બાળકો અને યુવાનોને હાર્ટ એટેક આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે. 


ત્યારે રાજકોટના જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ધો. 5માં ભણતાં 11 વર્ષના વિદ્યાર્થીને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતા તરત જ સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં ડૉક્ટરે વિદ્યાર્થીને મૃત જાહેર કરતાં પરિવાર આઘાતમાં છે.


રાજકોટના જસદણ તાલુકાના જંગવડ ગામની કુમાર પ્રાથમિક શાળામાં ધો. 5માં અભ્યાસ કરતાં હેતાંશ દવેને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો. આ પછી તાત્કાલિક 11 વર્ષના હેતાંશને હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. દીકરો ગુમાવતા પરિવારમાં શોકનો માહોલ છવાયો.

Reporter: admin

Related Post