વડોદરા શહેર નાં સુભાન પૂરા ઝાંસી કી રાની સ્થિત આપનું કાર્યાલય ખાતે શ્રીરંગ રાજેશ આયરે દ્વારા વડોદરા મહાનગર પાલિકાનાં વહીવટી વોર્ડ નંબર 9 માં માનવ દિન કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને દિવાળીની ઉજવણીનાં ભાગ રૂપે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

દિવાળી પર્વ એટલે માત્ર રોશની અને ઉત્સાહનો તહેવાર નહીં, પણ સંવેદના અને સેવાભાવ પ્રગટ કરવાનો એક પવિત્ર અવસર. વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વહીવટી વોર્ડ ૯માં દર વર્ષની જેમ આ વર્ષે પણ સેવા અને સમર્પણની અનોખી જ્યોત પ્રગટી છે. વોર્ડ ૯ના લોકપ્રિય યુવા કોર્પોરેટર શ્રીરંગ રાજેશ આયરે દ્વારા દિવાળી અને નૂતનવર્ષના શુભ અવસરે એક સરાહનીય સત્કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના જરૂરિયાતમંદ પરિવારોઅને ભાઈઓ તથા બહેનોના આંગણે પણ તહેવારની ખરી ખુશી પહોંચાડવાનો છે

જયા આજે લાભ પાંચમનાં શુભ અવસરે વહીવટી વોર્ડ નંબર 9 માં માનવ દિન કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને આ સત્કાર્યના ભાગરૂપે ભાઈઓ- બહેનોને ૧૫ કિલોની અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ કીટમાં જીવનજરૂરીયાત અનાજ સહિતની આવશ્યક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેથી ગરીબ પરિવારો પણ આત્મસન્માન સાથે તહેવારની ઉજવણી કરી હતી.



Reporter: admin







