News Portal...

Breaking News :

શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ SSC ના પરિણામ માં 96.77 ટકા સાથે મોખરાના સ્થાન ઉપર

2024-05-11 15:12:06
શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલ  SSC ના પરિણામ માં 96.77 ટકા સાથે મોખરાના સ્થાન ઉપર


આજ રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી માર્ચ 2024 ની SSC બોર્ડ ની પરીક્ષા નું પરિણામ જાહેર થયું જેમાં પાવીજેતપુર તાલુકાની શ્રી શાસ્ત્રી વિદ્યાલય, શિથોલનું SSC નું 96.77 ટકા પરિણામ મેળવી ફરી એક વાર જિલ્લામાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરવામાં આવેલ છે. 


જેને લઇને શાળા સંચાલક મંડળના આધસ્થાપક શ્રી મોહનસિંહ રાઠવા પ્રમુખશ્રી રણજીતસિંહ રાઠવા અને ઉપપ્રમુખ અને ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવા એ બોર્ડની પરીક્ષામાં ઝલહળતા પરીણામ સાથે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થિઓ ને અભિનંદન સહ ઉજ્જવળ ભવિષ્ય માટેની શુભકામના પાઠવી શાળાના સુકાની શાહિદ શેખ તથા શિક્ષકો ને ઉત્તમ પરિણામ બદલ પ્રોત્સાહિત કરવામાં આવ્યા. 


શાળામાં મોહંમદ અવૈશ શેખ 561 ગુણ મેળવી પ્રથમ ક્રમે ભૂમિકા બેન રાઠવા 535 ગુણ મેળવી દ્વિતીય ક્રમે અને વૈશાલી બેન રાઠવા 516 ગુણ મેળવી તૃતીય ક્રમે રહી પોતાના ગામ તથા શાળાનું નામ રોશન કરી પ્રગતિ ના સોપાન સર કરેલ છે. તે બદલ શાળા પરિવારે તેજસ્વી તારલાઓ ને અભિનંદન પાઠવી ઉજ્જ્વળ ભવિષ્ય ની શુમકામના પાઠવી છે

Reporter: News Plus

Related Post