ગુજરાત રાજ્યના યુવા રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ગુજરાત રાજ્યએ ખાસ ગુજરાતના છેવાડાના ગામના ખેલાડીઓ અને યુવા ખેલાડીઓને મંચ આપવામાં આવે છે જે સંદર્ભે ગુજરાત રાજ્યના રમત ગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ દ્વારા કાર્યરત સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાત દ્વારા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર,વડોદરાના સહયોગથી યંગ ટેલેન્ટ પસંદગી પ્રક્રિયા નું આયોજન કરવામાં આવેલ હતું.

તાજેતરમાં આયોજિત થયેલ ખેલ મહાકુંભની વિવિધ સ્પર્ધાઓમાંથી યંગ ટેલેન્ટ એટલે કે 9 થી 11 વર્ષના રમત ગમતના રુચિ ધરાવતા બાળકોની પસંદગી વડોદરા ખાતેથી કરવામાં આવેલ હતી આજ રોજ વડોદરા શહેર અને જિલ્લાની બાળકોની પસંદગીની પ્રક્રિયા માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે આયોજિત કરવામાં આવી હતી.

જેમાં 30 મીટર દૌડ, સ્ટેન્ડિંગ વર્ટિકલ જમ્પ, મેડિસિન બોલ થ્રો, સ્ટેન્ડિંગ બ્રોડ જંપ, 800 મીટર દૌડ, શટલ રન જેવા બાળકોનો ટેસ્ટ લેવામાં આવ્યા હતા. કુલ મળીને 128 થી વધુ યંગ ટેલેન્ટ બાળકોએ ટેસ્ટમાં ભાગ લીધો હતો. જે બાદ તમામ પરિણામો ગાંધીનગર ખાતે સ્પોર્ટ્સ ઑથોરિટી ઓફ ગુજરાતમાં મોકલવામાં આવનાર છે. જેમાં ઉપસ્થિત જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી વિસ્મય વ્યાસ,સુદીપ મ્હસ્કર નોડલ ઓફિસર સંદીપ બારોટ કસોટી ઇન્ચાર્જ,દિનેશ કદમ જીલ્લા રમત ગમત અધિકારી,સાજીદ મન્સુરી,આંતરરાષ્ટ્રીય ટેકનિકલ ઓફિસિયલ વર્લ્ડ એથ્લેટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાનો સમાવેશ કરવામાં આવે છે.





Reporter: