આ પુણ્યતિથી અંતર્ગત નિર્માણાધિન સીતા અમ્મા ધ્યાન મંદિર માં ૨૫૧ બેહનો દ્વારા ગુરુદેવ ના સ્વરમાં વિશેષ સાધના સંપન્ન કરવામાં આવી ગાયત્રી પરિવારના વરિષ્ઠ આદરણીય વિષ્ણુભાઇ પંડ્યાજી દ્વારા જન્મશતાબ્દી વર્ષની સાધના આરાધનાની મહત્તા સમજાવી ગાયત્રી મહામંત્રની સાધના ને વધારે પ્રખર બનાવવા અનેક દ્રષ્ટાતો સાથે ગુરુદેવના સાહિત્યના સંદર્ભો દર્શાવેલ અને સૈને તમારી સાધનાને વધુ શ્રદ્ધાની ભાવસંવેદનાને વિરાટ બનાવો અને એજ ઉર્જા ને જન્મશતાપ્દીના વર્ષમા નિયોજીત કરવા સંકલ્પીત કર્યા હતા

વધુમા આદરણીય પ્રજ્ઞા પુત્રી તારાબહેન પંડ્યાજી એ દીપ યજ્ઞના માધ્યમથી કાયાવરોહણની ભુમી કેમ વિશેષ છે આ તપસ્થલી કેમ કહેવાય છે થોડી પણ સાધના કરવાથી તેનુ અનેક ગણુ ફળ પ્રાપ્ત થાય છે એ વાત સમજાવતા પરિજન ભાઈ ઓ બેહનો સાધનાને વધુ પ્રખર બનાવવાના સંકલ્પો ધારણ કર્યા હતા મુશળધાર વરસાદ હતો પણ પરિજનો ઉમંગ ઉત્સાહ અને દ્રઢ શ્રધ્ધા સાથે વડોદરા શહેર શક્તિપીઠ કાયાવરોહણની આસપાસના ગામોમાથી ૭૦૦ થી પણ વધુ સાધક ભાઈ બેહનો ઉપસ્થિત રહ્યા હતા અને પરંમ સૌભાગ્યશાળી ધન્યતાની અનુભુતિ કરી હતી









Reporter: admin







