વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ હતુ. સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલા 1,700 જેટલા બંદીવાનોએ જેલના મેઈન ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ઈવનિંગ શૉનો લ્હાવો લીધો હતો.

બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મના કલાકારો પણ સ્પેશિયલ સ્ક્રિનીંગ વખતે જેલમાં હાજર રહ્યા હતા. લાંબા સમયગાળા બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ઢોલીવુડને એક હિટ ફિલ્મ મળી છે. કર્મના સિધ્ધાંત ઉપર બનેલી ગુજરાતી ફિલ્મનું આજરોજ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે સ્પેશિયલ સ્ક્રિનિંગ કરવામાં આવ્યુ હતુ. સેન્ટ્રલ જેલમાં કેદ રખાયેલા 1,700 જેટલા બંદીવાનોએ જેલના મેઈન ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ઈવનિંગ શૉનો લ્હાવો લીધો હતો. બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ફિલ્મના કલાકારો પણ સ્પેશિયલ સ્ક્રિનીંગ વખતે જેલમાં હાજર રહ્યા હતા વડોદરા સેન્ટ્રલ જેલમાં બંદીવાનો માટે વખતો વખત પ્રોત્સાહક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા હોય છે.

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોષીના સહકારથી વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે અધિક્ષક ઉષા રાડા તેમજ નાયબ અધિક્ષક મુકેશ ચૌધરી દ્વારા બુધવારે સાંજે ગુજરાતી ફિલ્મ લાલોનું સ્પેશિયલ સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતુ. સેન્ટ્રલ જેલમાં કાચા અને પાકા કામના કેદી મળીને કુલ 1700 જેટલા બંદીવાનો છે. જેઓને નિયમોનુસાર 12 યાર્ડમાં જુદી જુદી બેરેકમાં રાખવામાં આવે છે. બંદીવાનો માનસિક તણાવથી દૂર રહે તે માટે જેલ પ્રસાશન દ્વારા રચનાત્મક અને પ્રોત્સાહક પ્રવૃત્તીઓ કરવામાં આવે છે. સાંસદ ડૉ. હેમાંગ જોષીના સહકારથી બુધવારે તા. 26મી નવેમ્બર 2025ના રોજ સેન્ટ્રલ જેલ સંકુલના મધ્યમાં ટાવર પાસેના ખુલ્લા મેદાનમાં ગુજરાતી મુવી લાલોનું સ્પેશિયલ સ્ક્રિનીંગ કરવામાં આવ્યુ હતુ. મુવીના કલાકારો પણ બંદીવાનોનો ઉત્સાહ વધારવા માટે ઉપસ્થીત રહ્યા હતા.



Reporter: admin







