વડોદરા શહેરમાં ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને હરિ સેવા ટ્રસ્ટ ના સહયોગથી દિવ્યાંગો અને બ્લાઇન્ડ ભાઈ બહેનો માટે વિશેષ ગરબા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે દિવ્યાંગો માટે આનંદ અને ભક્તિભાવથી ભરેલો ગરબા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં સૌએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. સાથે જ કાર્યક્રમ દરમિયાન લાણીનું વેચાણ પણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દિવ્યાંગોને ભોજન કરાવવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષ દરમિયાન વિવિધ તહેવારો અને ખાસ અવસરોએ દાતાઓના સહયોગથી આવા અનેક સેવાકીય કાર્યક્રમો યોજાતા રહે છે.

આજે આયોજિત ગરબા કાર્યક્રમમાં દિવ્યાંગોનો ઉત્સાહ જોઈ સૌ ઉપસ્થિત લોકોએ ભાવુકતા અનુભવી હતી.આ રીતે ની સહાય બ્લાઇન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ અને હરિ સેવા ટ્રસ્ટ સતત સેવા અને માનવતા માટેનું ઉત્તમ કાર્ય કરી રહી છે.



Reporter: admin







